નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) એ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ (Ladakh)ના વહીવટી મથક લેહમાં અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રદેશ કાર્યાલય ખોલ્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે 11,500 ફૂટની ઉંચાઇ પર બનેલા કાર્યાલયનું ગુરૂવારે બપોરે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલય તમામ સુવિધાઓથી સજ્જ છે અને અહીં જનસંચારના તમામ સાધનો છે. આ વીડિયો કોન્ફ્રરસિંગની સુવિધા પણ મળશે, જેથી દિલ્હી મુખ્યાલય સાથે સરળતાથી આદેશ-નિર્દેશ થઇ શકશે. 


આધુનિક મીટિંગ હોલ સહિત અન્ય જરૂરી ટેક્નોલોજી સુવિધાઓ પણ છે. દિલ્હીથી પહોંચેલા રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે પૂજન-અર્ચન કર્યા બાદ રીબીન કાપી કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. આ અવસર પર લદ્દાખના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલ (Jamyang Tsering Namgyal) અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube