BJP આ રાજ્યમાં લાવશે ધર્માંતરણ વિરોધી બિલ!, કોંગ્રેસે જાહેર કર્યો વ્હીપ
વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધૂરમૈયા પહેલાથી જ કહી ચૂક્યા છે કે કોંગ્રેસ પાર્ટી ધર્માંતરણ વિરોધી બિલ પસાર થવા દેશે નહીં. ખ્રિસ્તી સમુદાય પણ પ્રસ્તાવિત ધર્માંતરણ વિરોધી બિલનો વિરોધ કરી રહ્યો છે.
બેલગાવી: કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી સરકાર તરફથી રાજ્ય વિધાનસભાના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કરે તેવી શક્યતા છે. તે દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસે શુક્રવારે તેના સભ્યોને આવતા સપ્તાહે ગૃહની કાર્યવાહીમાં ફરજિયાતપણે ભાગ લેવા માટે 'વ્હીપ' જાહેર કર્યો હતો.
કોંગ્રેસ ધારાસભ્યોને આપ્યા નિર્દેશ
વિધાનસભાનું હાલનું સત્ર 13 ડિસેમ્બરે શરૂ થયું હતું અને 24 ડિસેમ્બર સુધી ચાલનાર છે. આગામી અઠવાડિયે અત્યધિક સાર્વજનિક મહત્ત્વના વિષય પર ચર્ચા કરવા માટે આવવાની વાત કરતા વિધાનસભામાં વિરોધ પક્ષના મુખ્ય દંડક અજય ધરમ સિંહ દ્વારા આ વ્હીપ જાહેર કરવામાં આવ્યું. જેમાં કોંગ્રેસના તમામ સભ્યોને 20 થી 24 ડિસેમ્બર સુધીની કાર્યવાહીમાં શરૂઆતથી અંત સુધી ફરજીયાતપણે ભાગ લેવા જણાવાયું છે.
વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધૂરમૈયા પહેલાથી જ કહી ચૂક્યા છે કે કોંગ્રેસ પાર્ટી ધર્માંતરણ વિરોધી બિલ પસાર થવા દેશે નહીં. ખ્રિસ્તી સમુદાય પણ પ્રસ્તાવિત ધર્માંતરણ વિરોધી બિલનો વિરોધ કરી રહ્યો છે.
કેવું હશે સરકારનું બિલ?
સત્તાવાર સૂત્રોના મતે, પસાર થનાર બિલ સોમવારે કેબિનેટની સામે આવવાની આશા છે. જ્યાં તેણે મંજૂરી મળ્યા બાદ વિધાનસભા અને વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
વિધેયકમાં દંડની જોગવાઈઓ થવાની આશા છે. બિલમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવી શકે છે કે અન્ય કોઈ ધર્મ અપનાવવા ઈચ્છતી વ્યક્તિએ બે મહિના અગાઉ ડેપ્યુટી કમિશનરને અરજી કરવાની રહેશે. તેમજ ધર્મ પરિવર્તન કરવા ઇચ્છુક વ્યક્તિ તેનો મૂળ ધર્મને અને તેમાં મળનાર અનામત સહિત અન્ય સુવિધાઓ ગુમાવશે.
કોંગ્રેસે એવો પણ સંકેત આપ્યો છે કે તે જમીન હડપના કેસમાં મંત્રીની કથિત સંડોવણી પર ચર્ચાની માંગ કરવાનું ચાલુ રાખશે અને મંત્રીને બર્ખાસ્ત કરવાના મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube