નવી દિલ્હી: ગુગલમાં જાહેરાતો આપવાના મામલે બીજેપી એ તમામ રાજનૈતિક પાર્ટીઓને પાછળ છોડી દીધી છે. જ્યારે જાહેરાતો પર ખર્ચ કરવાની બાબતે કોંગ્રેસ છઠ્ઠા નંબર પર છે. ‘ભારતીય પારદર્શિતા રિપોર્ટ’ અનુસાર રાજનેતિક પાર્ટીઓ દ્વારા જાહેરાત આપવામાં ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં ૩.૭૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ જાહેરાતો પર ૧.૨૧ કરોડ રૂપિયા ખર્ચ કરવાની સાથે આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે. જે ગુગલ પર કરવામાં આવેલી કુલ જાહેરાતોના લગભગ ૩૨ ટકા છે.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે વિપક્ષી દળ કોંગ્રેસ આ યાદીમાં છઠ્ઠ નંબરે આવે છે. જેણે જાહેરાતો પાછળ આશરે ૫૪,૧૦૦ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. રિપોર્ટ અનુસાર બીજેપી બાદ આ યાદીમાં આંધ્રપ્રદેસની જગવ મોહન રેડ્ડીના નેતૃત્વ વાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટી છે. જેણે જાહેરાતો પાછળ કુલ ૧.૦૪ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. ‘પમ્મી સાઇ ચરણ રેડ્ડી (પ્રચારક)એ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે ૨૬,૪૦૦ રૂપિયા ખર્ચ કર્યા છે. રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે, કે તેલુગુ દેસમ પાર્ટી (તેદેપા) અને તેના પ્રમુખ ચંદ્ર બાબુ નાયડૂના પ્રચાર કરનારી પ્રમાણ્ય સ્ટ્રેટજી રંસલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ’ ૮૫.૨૫ લાખ ખર્ચ કરવાની સાથે જ આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. 


વધુમાં વાંચો...કેન્દ્રીય મંત્રી ગડકરીનો દાવો, 'લોકસભા ચૂંટણી 2019માં 2014 કરતા પણ વધુ બેઠકો જીતીશું'


નાયડૂનો પ્રચાર કરનારી એક અન્ય પાર્ટી ‘ડિઝિટલ કંસલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ’ ૬૩.૪૩ લાખ રૂપિયાના ખર્ચ સાથે ચોથા નંબર છે. ગુગલે તેની જાહેરાતની નીતિના ઉલ્લંધનને કારણે ૧૧માંથી ચાર રાજનૈૈતિક જાહેરાત આપનારોની જાહેરાત બ્લોક કરી દીધી છે.