કેન્દ્રીય મંત્રી ગડકરીનો દાવો, 'લોકસભા ચૂંટણી 2019માં 2014 કરતા પણ વધુ બેઠકો જીતીશું'

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે ભાજપ લોકસભા ચૂંટણી 2019માં 2014ની ચૂંટણી કરતા પણ વધુ બેઠકો જીતશે. આ સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડરથી આખો વિપક્ષ એકજૂથ થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રીએ ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં આ વાત કરી. 

કેન્દ્રીય મંત્રી ગડકરીનો દાવો, 'લોકસભા ચૂંટણી 2019માં 2014 કરતા પણ વધુ બેઠકો જીતીશું'

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે ભાજપ લોકસભા ચૂંટણી 2019માં 2014ની ચૂંટણી કરતા પણ વધુ બેઠકો જીતશે. આ સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડરથી આખો વિપક્ષ એકજૂથ થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રીએ ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં આ વાત કરી. 

ગડકરીએ કહ્યું કે હું મારી વાત કરું છું અને તેના આધારે જ ઊભો છું. જનતા જુએ છે કે તેમની સરકારે શું કર્યું છે. તે આધાર ઉપર જ જનતા મત આપે છે. હકીકતમાં નાગપુર સીટથી કોંગ્રેસે ગડકરી વિરુદ્ધ નાના પટોલેને મેદાનમાં ઉતાર્યા છે. પટોલે માટે તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસથી ભાજપમાં આવ્યાં અને પાછા કોંગ્રેસમાં જતા રહ્યાં. તેઓ કાળી પીળી ટેક્સી જેવા છે. ચૂંટણીમાં કોઈ ચઢે છે, કોઈ ઉતરે છે.... આમ ચાલતું રહે છે. 

શિવસેના અને ભાજપના સંબંધોને લઈને તેમણે કહ્યું કે બધુ બરાબર છે. અમે મળીને કામ કરીએ છીએ. અમને રાજ્યમાં છેલ્લે જેટલી સીટો મળી હતી તેના કરતા આ વખતે વધુ સીટો મળશે. 

જુઓ LIVE TV

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અંગે તેમણે કહ્યું કે આખો વિપક્ષ મોદી હટાવોના ઉદ્દેશ્યથી એક સાથે થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદ અમારો આત્મા છે. આ કોઈ મુદ્દો થોડી છે. દેશની સાથે સમર્પિત ભાવથી કામ કરવું એ ભાજપના આચાર વિચાર છે. 

ચૂંટણી અંગે તેમણે કહ્યું કે અમે જે કામ કર્યું છે, તેના આધારે જ મત માંગી રહ્યાં છીએ. જે કોંગ્રેસે 50 વર્ષમાં નથી કર્યું તે અમે પાંચ વર્ષમાં કરી બતાવ્યું છે અને અમે ચૂંટણી જીતીશું. નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બનશે. અમને પૂર્ણ બહુમત મળશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news