નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) માટે ભાજપ કોઈ કસર છોડવા માંગતી નથી. ભાજપ પોતાના કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે હવે ડિજિટલ માધ્યમથી પણ જોડાઈ રહ્યું છે. યૂપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એક કેંપેન સોંગ ( BJP Campaign Song)  લોન્ચ કર્યું છે. આ ગીતની ખાસ વાત એ છે કે આ ગીત 'માનિકે માગે હિતે'ની તર્જ પર ગાયું છે, જે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયું છે.


ભાજપના  કેંપેન સોંગના શરૂઆતના શબ્દો, 'સબસે મન કી યે ભાષા, યહાં દો દો હૈ આશા'. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથની જોડીને રાજ્યમાં આશાની કિરણ દેખાડવામાં આવી છે. સાથે સોંગમાં રામ મંદિર, કાશી કોરિડોર, વીજળી કનેક્શન અને રમખાણ મુક્ત રાજ્યની વાત કરવામાં આવી છે. તેના સિવાય રાજ્યમાં ફરી ભાજપ આવે તેવી ચર્ચા કરવામાં આવી છે. આ ગીતને ડૉ. પ્રાચી સાધ્વીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube