લોકસભા ચૂંટણી 2019: ભાજપના નેતાએ કુમારસ્વામી વિશે આપ્યું વિચિત્ર નિવેદન
ભાજપના નેતા રાજુ કાગેએ કહ્યું કે, `કુમારસ્વામી કહે છે કે પીએમ મોદી દિવસમાં 10 વખત પાઉડર લગાવે છે અને 10 વખત કપડા બદલે છે. અરે મોદી તો ગૌરવર્ણી છે અને આકર્ષક દેખાય છે. કુમારસ્વામી તમે જો દિવસમાં 100 વખત સ્નાન કરશો તો પણ ભેંશ જેવા જ દેખાશો`
બેંગલુરુઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજુ કાગેએ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. થોડા દિવસ પહેલા કુમારસ્વામીએ પીએમ મોદી માટે કહ્યું હતું કે તેઓ પોતાના ચહેરાને ચમકાવવા માટે 'મેકઅપ'ની મદદ લે છે. તેના જવાબમાં રાજૂ કાગેએ કુમારસ્વામીની મજાક ઉડાવતા કહ્યું કે, "તમે જો દિવસમાં 100 વખત સ્નાન કરશો તો પણ ભેંશ જેવા જ દેખાશો. પીએમ મોદી ગૌરવર્ણી છે અને તમે શ્યામવર્ણના છો."
રાજુ કાગેએ કહ્યું કે, "કુમારસ્વામી કહે છે કે પીએમ મોદી દિવસમાં 10 વખત પાઉડર લગાવે છે અને 10 વખત કપડા બદલે છે. અરે મોદી તો ગૌરવર્ણી છે અને આકર્ષક દેખાય છે. કુમારસ્વામી તમે જો દિવસમાં 100 વખત સ્નાન કરશો તો પણ ભેંશ જેવા જ દેખાશો"
કુમારસ્વામીનું નિવેદન
9 એપ્રિલના રોજ જેડીએસ નેતા કુમારસ્વામીએ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, પીએમ મોદી પોતાના ચહેરાને ચમકાવવા માટે દરરોજ મેકઅપ કે વેક્સની મદદ લે છે. ત્યાર પછી જ કેમેરાનો સામનો કરે છે. અમે સવારે સ્નાન કર્યા બાદ બીજા દિવસે મોઢું ધોઈએ છીએ, એટલે અમારો ચહેરો કેમેરા સામે સારો નથી દેખાતો. આ કારણે જ મીડિયાને પણ માત્ર મોદી જ દેખાય છે.
ભોપાલ: ભાજપમાં સામેલ થઇ પ્રજ્ઞા ઠાકુર, દિગ્વિજય સિંહની સામે લડી શકે છે ચૂંટણી
વિવાદિત નિવેદનોની વણઝાર
ઉલ્લેખનીય છે કે, વર્તમાન ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય રાજ્ય સ્તરના પક્ષોના નેતાઓ એક-બીજા પર કીચડ ઉછાડવા માટે વિવાદિત અને નિમ્ન સ્તરના નિવેદનો કરતા રહ્યા છે. તાજેતરમાં જ ચૂંટણી પંચ દ્વારા આવા નિવેદનો આપવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સપાના નેતા આઝમખાન, ભાજપના મેનકા ગાંધી સહિતના નેતાઓ પર ચૂંટણી પંચ પ્રચારના પ્રતિબંધનો દંડો ઉગામી ચૂક્યું છે. તેમ છતાં નેતાઓ વિવાદિત નિવેદન આપવાનું બંધ કરતા નથી.