ભોપાલ: ભાજપમાં સામેલ થઇ પ્રજ્ઞા ઠાકુર, દિગ્વિજય સિંહની સામે લડી શકે છે ચૂંટણી
હાઇ-પ્રોફાઇલ બેઠક ભાજપથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને ટક્કર આપવા માટે ભાજપ પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. પ્રજ્ઞા ઠાકુરે આજે ભોપાલમાં ભાજપ ઓફિસ પહોંચી સત્તાવાર સભ્યપદ ગ્રહણ કર્યું.
Trending Photos
ભોપાલ: હાઇ-પ્રોફાઇલ બેઠક ભાજપથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને ટક્કર આપવા માટે ભાજપ પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. પ્રજ્ઞા ઠાકુરે આજે ભોપાલમાં ભાજપ ઓફિસ પહોંચી સત્તાવાર સભ્યપદ ગ્રહણ કર્યું. પૂર્વ મુખ્યમંત્રી નરોત્તમ મિશ્રા, પ્રભાત ઝા, વિજેશ લુનાવતને ફ્લાવર બૂકે આપી પાર્ટીમાં સાધ્વી પ્રજ્ઞાનું સ્વાગત કર્યું છે.
વધુમાં વાંચો: ભારતને તોડવા માટે મોહમ્મદ અલી ઝિન્નાની ભૂમિકા નિભાવી રહ્યા છે રાહુલ ગાંધી: ગિરિરાજ સિંહ
સાધ્વી પ્રજ્ઞાએ પાર્ટી સભ્યપદ ગ્રહણ કર્યા બાદ નિવેદન આપ્યું કે, રાષ્ટ્રીયતાના નામ પર ભોપાલમાં ચૂંટણી થસે. ધર્મ યુદ્ધ પ્રારંભ થયું છે. બધાનું મન ઘણું પ્રસંન હતું આજે. રાષ્ટ્રધર્મનું યુદ્ધ છે. રાષ્ટ્ર સુરક્ષિત છે તો આપણે બધા સુરક્ષિત છીએ. દિગ્વિજય સિંહની સામે આપણે બધા ભેગા મળીને લડીશું. રાષ્ટ્ર વિરોધી શક્તિને ટકવા દેવી નથી. ભાજપનો ગઢ માનવામાં આવતી ભોપાલ સીટીને કોંગ્રેસ માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. એટલા માટે પાર્ટીએ દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
પ્રજ્ઞા ઠાકુરે આ પહેલા પણ કહ્યું હતું કે, જો ભાજપ તેમને ભોપાલથી ઉતારવાનો નિર્ણય કરે છે તો તેઓ દિગ્વિજય સિંહની સામે ચૂંટણી લડવા તૈયાર છે. તેમણે એ પણ કહ્યું હતું કે, દિગ્વિજય સિંહ તેમના માટે કોઇ પડકાર નથી, કેમકે તેઓ રાષ્ટ્રવાદી છે અને દિગ્વિજય સિંહ દેશની વિરૂદ્ધ બોલે છે.
જોકે, આ વાતની ચર્ચા પણ થઇ હતી કે, જો સાધ્વી પ્રજ્ઞા ભોપાલથી ચૂંઠણી લડશે તો ભાજપના સ્થાનિક નેતા બહાર થવાના કારણે તેમનો વિરોધ કરી શકે છે. તેના પર પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, તેઓ ભોપાલ માટે બહારની નથી કેમકે તેઓઓ 16 વર્ષની અવસ્થાથી અહીં નિવાસ કરી રહ્યાં છે. તેમણે એવું પણ કહ્યું કે, એબીવીપીના સંગઠન મંત્રી હોવાના કારણે સંપૂર્ણ ભોપાલમાં કામ કર્યું છે. તેમણે ભાર આપી કહ્યું કે, તેઓ ભોપાલના દરેક પરિવારથી જોડાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે