પટના : લોકસભા ચૂંટણી 2019ના પાંચમા તબક્કાની ચૂંટણી પુર્ણ થઇ ચુકી છે. જ્યારે બે તબક્કાનું મતદાન પણ નજીકમાં છે. ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપનાં નેતા ગિરિરાજ સિંહે કહ્યું કે, આ લોકસભા ચૂંટણીમાં માત્ર એક જ ઉમેદવાર છે તેઓ નરેન્દ્ર મોદી, અમે માત્ર પ્રતિક છીએ. સાથે જ તેમણે વિકાસનાં મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પડકાર ફેંક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ એક ભયંકર ફાસિસ્ટ રાજનીતિક દળ છે: મમતા બેનર્જીનો પ્રહાર

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંન્ને સતત ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધી રહ્યા છે. તેમનું કહેવું છે કે વિકાસનાં મુદ્દે ભાજપે દેશને છળ્યો છે. આ મુદ્દે ગિરિરાજ સિંહે કહ્યું કે, જો ભાઇ બહેનમાં હિમ્મત હોય તો વિકાસ પર ચર્ચા કરી લો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી તો છોડો જો હિમ્મત હોય તો બંન્ને ભાઇ બહેન વિકાસનાં મુદ્દે ભાજપનાં કાર્યકર્તા સાથે જ ચર્ચા કરે. એક સાધારણ કાર્યકર્તા સાથે પણ વાત કરે તો તેમને વિકાસનાં મુદ્દે તેમને જીભ બંધ થઇ જશે. 


આપ VS જાખડ: બલબીરે કહ્યું મારે પુત્ર સાથે કોઇ લેવાદેવા નહી, દાવા રાજનીતિ પ્રેરિત
સિદ્ધુએ PMને કહ્યા 'કાળા અંગ્રેજ', ભાજપે કહ્યું ઇટાલિયન રંગ પર આટલુ અભિમાન સારુ નહી
સિંહે કહ્યું કે, કોંગ્રેસ પાકિસ્તાનનાં મુદ્દે વાત કરી રહ્યા છે. સેના પર સવાલ ઉઠાવી રહ્યા છે અને વિકાસ પર વાત કરવા નથી માંગતા. બીજી તરફ બિહાર નિયોજીત શિક્ષક મુદ્દે ચાલી રહેલ રાજકારણ પર ગિરિરાજ સિંહે કહ્યું કે, શિક્ષક માટે રાબડી દેવી અને તેજસ્વી યાદવ રોઇ રહ્યા છે. જેમણે શિક્ષકોને 1 હજાર રૂપિયા આપવાની યોજના બનાવી હતી.