રવિ કિશનના સમર્થનમાં જયા પ્રદા, કહ્યું- ડ્રગ્સ મામલા પર રાજનીતિ કરી રહ્યાં છે જયા બચ્ચન
ભાજપના નેતા અને અભિનેત્રી જયા પ્રદાએ સાસંદ જયા બચ્ચને સંસદમાં આપેલા નિવેદન પર નિશાન સાધ્યું છે. જયા પ્રદાએ કહ્યું કે, મને જયા બચ્ચનનું નિવેદન યોગ્ય લાગ્યું નથી.
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ ઘણા બોલીવુડ સિતારો વચ્ચે ખળભળાટ મચી ગયો છે. તેવામાં ડ્રગ્સના ઉપયોગને લઈને રાજ્યસભામાં શરૂ થયેલા વિવાદ પર હવે ભાજપના નેતા જયાપ્રદાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જયાપ્રદાએ ભાજપ સાંસદ રવિ કિશન અને જયા બચ્ચન વચ્ચે ચાલી રહેલી ચર્ચામાં રવિ કિશનનો સાથ આપ્યો છે.
જયા પ્રદાએ જયા બચ્ચન પર નિશાન સાધતા કહ્યું કે, જયા જીનું નિવેદન મને ઠીક લાગ્યું નથી. તમારે તો પોતાના ઘરથી અવાજ ઉઠાવવો જોઈએ કે હું યુવાઓને સંભાળશું. બચ્ચન પરિવાર જે કહે છે તેને દુનિયા સાંભળવા માટે તૈયાર રહે છે તેથી હું ચેલેન્જ કરુ છું કે શું તમે આ ડ્રગ્સ માફિયાને અને ડ્રગ એડિક્ટેડ યુવાઓને સંભાળી શકશે. એટલું જ નહીં જયા પ્રદાએ આગળ કહ્યું કે, મને લાગે છે કે તેઓ ડ્રગ મામલામાં રાજનીતિ કરી રહ્યાં છે.
સુશાંત સિંહ રાજપૂતની થઈ હતી હત્યા? રવિવારે ખુલશે સૌથી મોટો રાઝ
રવિ કિશનના નિવેદન પર જયા બચ્ચનની પ્રતિક્રિયા
રવિ કિશનના નિવેદન બાદ જયા બચ્ચને કહ્યું, કાલે અમારા એક સાંસદ સભ્યએ લોકસભામાં બોલીવુડ વિરુદ્ધ કહ્યુ, તે શરમજનક છે. હું કોઈનું નામ લઈ રહી નથી. તે ખુદ પણ ઈન્ડસ્ટ્રીથી આવે છે. જે થાળીમાં ખાય છે, તેમાં જ છેદ પાડે છે. ખોટી વાત છે. મારે કહેવું પડી રહ્યું છે કે ઇન્ડસ્ટ્રીને સરકારની સુરક્ષા અને સમર્થનની જરૂર છે. જયા બચ્ચને આ નિવેદન બાદ લોકો ટ્રોલ કરી રહ્યાં છે. મુંબઈમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના બંગલાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube