રાજનાથ સિંહે કહ્યું- ‘કોઇ મા કા લાલ’ પીએમ મોદીની નિયત પર સલાવ નથી કરી શકતો
રાજનાથ સિંહે પટનામાં ‘ભારતના મનની વાત મોદીની સાથ’ કાર્યક્રમ અંતર્ગત બિહાર પહોંચ્યા છે. જ્યાં તેઓ પાર્ટીના સંકલ્પ પત્રને લઇને લોકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ બિહારના પ્રવાસ પર છે. રાજનાથ સિંહે પટનામાં ‘ભારતના મનની વાત મોદીની સાથ’ કાર્યક્રમ અંતર્ગત બિહાર પહોંચ્યા છે. જ્યાં તેઓ પાર્ટીના સંકલ્પ પત્રને લઇને લોકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો. રાજનાથ સિંહ પાર્ટીના સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ પણ છે. ત્યારે તે દરમિયાન તેમણે પીએમ નરેન્દ્ર મોદીની ઘણી પ્રશંસા પણ કરી છે.
વધુમાં વાંચો: PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ચોકીદારની ચોક્સીથી ભ્રષ્ટાચારી ગભરાયા
રાજનાથ સિંહે ‘ભારતના મનની વાત મોદીની સાથ’ કાર્યક્રમ અંતર્ગત પટના પહોંચ્યા હતા. તેમણે તે દરમિયાન પટનાના મુખ્ય સચિવાલય સ્થિત અધિવેશન ભવનમાં લોકોનું સબોંધન કરતા ભાજપ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કેન્દ્રના કાર્યો વિશે લોકોને અવગત કરાવ્યા હતા.
ત્યારે, રાજનાથ સિંહે સંબોધન દરમિયાન કહ્યું કે, ‘કોઇ મા કા લાલ પીએમ મોદી પર આંગળી ઉઠાવી તેમની નિયત પર સાવલ ઉભો કરી શકતો નથી. તેમણે કહ્યું કે હું મોદીજીને ઓળખું છું, અમે તેમની સાથે કામ કર્યું છે.’
વધુમાં વાંચો: ઇટાનગરમાં બોલ્યા PM મોદી- 4 વર્ષમાં અરૂણાચલમાં દરેક પરિવાર સુધી પહોંચી વીજળી
જનાથ સિંહે કહ્યું કે મોદીજી પર અન્ય આરોપો લગાવવા છે તો લગાવી દો. મોદીજીએ કામ ઓછું કર્યું, કામ વધારે કર્યું અથાવ તેમની તરફથી કામ કરવું જોઇતું હતું. પરંતુ કોઇ માનો લાલ આંગળી ઉઠાવી તેમની નિયત અઅને ઇમાન પર સવાલિયા નિશાન લગાવી શકતો નથી.
તમને જણાવી દઇએ કે રાજનાથ સિંહ પાર્ટીના સંકલ્પ પક્ષ સમિતિના અધ્યક્ષ છે. પાર્ટીના સંકલ્પ પત્રને તૈયાર કરવા માટે ભાજપ દ્વારા ‘ભારતના માનની વાત મોદીીની સાથે કાર્યક્રમ આયોજીત કરી સંપૂર્ણ દેશમાં જનતાની સાથે સંક્લપ પત્ર માટે વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યું ચે. તે દરમિયાન રાજનાથ સિંહ બિહાર પહોંચા હતા.’