VIDEO: યોગી સરકારના આ મંત્રી રસ્તાની વચ્ચોવચ SPના પગ પકડીને રડવા લાગ્યાં
મિર્ઝાપુરમાં ભાજપના એક નેતા એસપીના પગ પકડીને રડવા લાગ્યા ત્યારે લોકો તો આ જોઈને એકદમ હક્કાબક્કા રહી ગયાં.
મિર્ઝાપુર (રાજેશ મિશ્રા): મિર્ઝાપુરમાં ભાજપના એક નેતા એસપીના પગ પકડીને રડવા લાગ્યા ત્યારે લોકો તો આ જોઈને એકદમ હક્કાબક્કા રહી ગયાં. ભાજપના નેતાએ એસપીના પગ પકડી લીધા અને કહ્યું કે સાહેબ મારું સન્માન જતું રહ્યું. અમારી જ સરકારમાં આટલું અપમાન સહન થતું નથી. આટલું કહીને પ્રદેશ કાર્યસમિતિ, કાશી પ્રાંતના મંત્રી અને પૂર્વ જિલ્લાધ્યક્ષ અનિલ સિંહ રડી પડ્યાં.
આ ઘટના શહેરના કોટવાલી વિસ્તારના નીબી પાસે ઘટી. વાત જાણે એમ હતી કે પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન ભાજપના સાંસદ રામશકલના ઘરેથી પાછા ફરી રહેલા ભાજપના પૂર્વ જિલ્લાધ્યક્ષ અને કાંશી પ્રાંતના મંત્રી અનિલ સિંહના વાહનને પોલીસે રોક્યું. વરસાદમાં દસ્તાવેજો ભૂલી જવાની વાત કહીને ચલણ કાપવાનું કે વાહન સીઝ કરવાની વાત કરી. આ દરમિયાન પોલીસના જવાબ અને વ્યવહારથી તેઓ એટલા વ્યથીત થયા કે રસ્તા ઉપર જ ધરણા પર બેસી ગયાં. વાત આગની જેમ ફેલાતા કાર્યકરો ભેગા થવા લાગ્યાં.
જુઓ VIDEO