નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધનને પટકવા માટે ભાજપે એક નવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. સુત્રો અનુસાર આ માસ્ટર પ્લાનને પોતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તૈયાર કર્યા છે. હાલનાં સમયમાં કેન્દ્ર અને પ્રદેશ બંન્ને સ્થળો પર સત્તામાં ભાજપ હાજર છે અને તેનો ફાયદો ઉઠાવતા યુપી માટે એક અલગથી માસ્ટર પ્લાન તૈયાર કરીને મહાગઠબંધનને પછાડવાની તૈયારી છે. આ તમામ જાણે છે કે જેણે પણ સામાન્ય ચૂંટણીમાં યૂપી પર કબ્જો કર્યો, તેના માટે દિલ્હી દુર નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ અને પાર્ટીના ચાણક્ય કહેવાતા અમિત શાહ જાણે છે કે 2019માં દિલ્હીની સત્તા માટે યૂપી પર ફતેહ પ્રાપ્ત કરવી જરૂરી છે. સુત્રો અનુસાર પોતાનાં બે દિવસીય યુપીની મુલાકાત પર આવેલા અમિત શાહે સંગઠનનાં પદાધિકારીઓ સાથે મુલાકાત અને ચર્ચા બાદ પોતાની પત્તા ખોલ્યા અને મહાગઠબંધનના લડવાની ટિપ્સ અને જીતનો મંત્ર આપ્યો. અમિત શાહે આ ટિપ્ આપી છે કે પાર્ટીનો એક કાર્યક્રમ ઓછામાં ઓછી સરકારી યોજનાઓથી લાભ મેળવનારા પાંચ લાભાર્થિઓ સાથે મુલાકાત કરીશું અને તેમના મનની વાત જાણવાનો પ્રયાસ કરશે. મળતી માહિતી અનુસાર ભાજપ કાર્યકર્તા એક સપ્ટેમ્બરથી ચૂંટણી સુધી સતત તે પાંચ લાભાર્થીઓ સાથે સંપર્કમાં રહેશે. 

કાર્યકર્તાની લાભાર્થી સાથે મુલાકાતનો એક ડિજિટલ ડેટા બનશે. અત્રે નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશમાં ભાજપનાં એક કરોડ ત્રીસ લાખ સક્રિય કાર્યકર્તાઓ છે. આ દ્રષ્ટીએ લગભગ સાડા છ કરોડ મતદાતાઓ સુધી ભાજપની સીધી પહોંચ છે. જો કે સામાન્ય ચૂંટણીમાં મળનારી જીતમાં એક મહત્વની ભુમિકા ભજવી શકે છે. જો કે ભાજપ આ માસ્ટર પ્લાન પર વિરોધી દળ નિશાન સાધવાનું નથી ચુકતા.

વિપક્ષનું કહેવું છે કે, ભાજપ ઇચ્છે તો ગમે તેટલો પ્રયાસ કરે, ભાજપ પરંતુ તે મહાગઠબંધનથી પાર નહી કરી શકે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા જૂહી સિંહે કહ્યું કે, વિપક્ષનું માનવું છેકે જનતા નેતાને પણ ત્યારે જ રાજા બનાવે છે, જ્યારે તેણે પોતાની પ્રજા માટે કંઇ કર્યું હોય. તેમણે કહ્યું કે, ભાજપે કોઇ કામ જમીન પર કર્યું જ નથી, તો ભાજપના કાર્યકર્તા લોકોને મળીને શું વાત કરશે. વિપક્ષનાં સવાલ પોતાના સ્થાને છે. જો કે ભાજપની તૈયારી ખુબ જ મોટી છે. ભાજપને લાગે છે કે અમિત શાહે આ મંત્રની મદદથી પાર્ટી યૂપીમાં 2014ના જાદુઓને બેવડાવી શકે છે.