આ શું ...BJP ધારાસભ્ય અને શિવસેના નેતા ઝઘડી પડ્યા? પોલીસ સ્ટેશનમાં જ અંધાધૂંધ ફાયરિંગ, 2 ઘાયલ
Kalyan BJP MLA Firing Incident: મહારાષ્ટ્રના ઉલ્હાસનગરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ ઝઘડી પડ્યા. એવું કહેવાય છેકે બંને વચ્ચે જમીનને લઈને વિવાદ થયો હતો.
Kalyan BJP MLA Firing Incident: મહારાષ્ટ્રના ઉલ્હાસનગરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ ઝઘડી પડ્યા. એવું કહેવાય છેકે બંને વચ્ચે જમીનને લઈને વિવાદ થયો હતો. તેની ફરિયાદ કરવા માટે બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આરોપ છે કે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે ત્યાં જ ફાયરિંગ કર્યું. જેમાં મહેશ ગાયકવાડ અને તેમનો એક સાથી ઈજાગ્રસ્ત થયા.
પોલીસ મથકમાં જ ફાયરિંગ
ગણપત ગાયકવાડ અને મહેશ ગાયકવાડ વચ્ચે થયેલા વિવાદને લઈને ફરિયાદ દાખલ કરવા માટે તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા. આ દરમિયાન વિધાયક ગણપત ગાયકવાડે કથિત રીતે મહેશ ગાયકવાડ અને તેના સાથીઓ પર ફાયરિંગ કર્યું. આ હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે.
શું હતો વિવાદ
મળતી માહિતી મુજબ આ મામલો એક જમીન વિવાદ સાથે જોડાયેલો છે. જે ખુબ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. શુકરવારે મોડી સાંજે બંને વચ્ચે આ જમીનને લઈને વિવાદ થયો. ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. ત્યાં પોલીસ સ્ટેશનમાં જ બંનેનો ઝઘડો શરૂ થઈ ગયો. પછી તો ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ અને તેની સાથે આવેલા લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધુ.
પોલીસે એફઆઈઆર દાખલ કરી
કહેવાય છે કે ગણપત ગાયકવાડ તરફથી 5 ગોળીઓ છોડવામાં આવી જેમાં મહેશ ગાયકવાડ અને તેમનો એક સાથી ઘાયલ થયા છે. મામલો સત્તા પક્ષ સાથે જોડાયેલો હોવાથી પોલીસે પણ આ મામલે ગંભીરતા જોતા તપાસ શરૂ કરી દીધી છે. ફાયરિંગ મામલામાં FIR દાખલ કરાઈ છે અને તપાસ ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube