પટણા: ઉત્તર બિહારની સૌથી મોટી હોસ્પિટલ ડીએમએસીએચમાં જૂન મહિનામાં 50 બાળકોના મોત થયા. આ દર્દનાક ઘટના પર સત્તાધારી પક્ષ ભાજપના ધારાસભ્ય સચિન્દ્રકુમારે ખુબ જ શરમજનક નિવેદન આપ્યું છે. આ સમગ્ર મામલે તેમણે કહ્યું કે જે આવ્યાં છે તેમણે જવાનું છે. જીવન છે તો મૃત્યું પણ છે. જો કે તેમણે બાળકોના મોત પર દુ:ખ પણ વ્યક્ત કર્યું. આ સાથે જ તેમણે કહ્યું કે સરકાર સ્વાસ્થ્ય સુવિધાઓ સારી કરવાની કોશિશ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ બાળકોના મોત પર કોંગ્રેસ ધારાસભ્ય રાજેશ રામે કહ્યું કે બિહારમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા બેહાલ છે. ડોક્ટરોની ઘોર કમી છે. તેમણે કહ્યું કે મારા પિતા સ્વાસ્થ્ય મંત્રી હતાં ત્યારે જેટલા ડોક્ટર અને નર્સ રાખ્યા ત્યારબાદ આજ સુધી કોઈને રખાયા નથી. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય મામલે સરકારના દાવા પોકળ છે. 


નોંધનીય છે કે ઉત્તર બિહારની સૌથી મોટી હોસ્પિટલ ડીએમસીએચમાં જૂન મહિનામાં 50થી વધુ બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે. આંકડા સામે આવ્યાં બાદ હોસ્પિટલ મેનેજમેન્ટમાં  હડકંપ મચ્યો છે. હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટે બાળકોના મોત પર શિશુ વિભાગ પાસે જવાબ માંગ્યો છે. ડીએમસીએચમાં જૂન મહિનામાં પહેલીવાર આટલા બાળકોના મોત થયા છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...