Sunil Kamble Viral Video: મહારાષ્ટ્રના પુણેમાં ભાજપના ધારાસભ્યનો પોલીસકર્મી સાથે ગેરવર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સસૂન હોસ્પિટલમાં એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સુનિલ કાંબલેએ ફરજ પરના કોન્સ્ટેબલના ગાલ પર થપ્પડ મારી હતી. પુણે કેન્ટના ધારાસભ્ય સુનીલ કાંબલેએ ડેપ્યુટી સીએમ અજિત પવારની હાજરીમાં આવું કૃત્ય કર્યું હતું. આ મામલે રાજકારણ ગરમાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LPG cylinder બુક કરતાં જ મળશે 50 લાખનો વીમો, આ રીતે કરી શકાય છે ક્લેમ
LPG Gas: ગેસના બાટલાની પણ હોય છે એક્સપાયરી ડેટ, આજે જ આ રીતે ચેક કરો સિલિન્ડર


અજિત પવાર પણ હતા હાજર 
આ કાર્યક્રમમાં અજિત પવારની સાથે મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર હસન મુશરફ અને સાંસદ સુનીલ તટકરે અને અન્ય લોકો હાજર રહ્યા હતા. વીડિયોમાં કાંબલેને ઇવેંટ સ્ટેજ પરથી નીચે ઉતરતી વખતે સીડી પરથી લપસતા બતાવવામાં આવ્યા છે. તે સીડી પાસે ઉભેલા કોન્સ્ટેબલ તરફ ગુસ્સાથી જુએ છે અને તેને થપ્પડ મારે છે. પોલીસકર્મીએ પણ ધારાસભ્યની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.


T20 World Cup 2024 Schedule ની જાહેરાત, જાણો લો A TO Z માહિતી
નવા ફોર્મેટમાં અમેરિકામાં રમાશે T20 World Cup, ફરી એકવાર IND vs PAK આમને-સામને


પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા નહી
પુણે પોલીસે આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોન્સ્ટેબલ બંડગાર્ડન પોલીસ સ્ટેશન સાથે જોડાયેલ છે. એવા અહેવાલો છે કે કાંબલે નારાજ હતા કે કાર્યક્રમના આમંત્રણ અને કાર્યક્રમના મંચ પર તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જ્યારે તેઓ સ્થાનિક ધારાસભ્ય છે. એવા અહેવાલો હતા કે તેણે આ જ કાર્યક્રમમાં એનસીપીના કાર્યકર પર પણ મારામારી કરી હતી. 


Team India: ICC ક્રિકેટર ઓફ ધ ઇયર માટે નોમિનેટ થયા 4 પ્લેયર્સ, બે ભારતીયો પણ સામેલ
New Rules: WhatsApp ની ફ્રી સેવા ખતમ! હવે પૈસા ખર્ચીને કરવો પડશે ઉપયોગ


ડાકુઓ પર તૂટી પડ્યા નેવીના કમાન્ડો, હાઇજેક જહાજમાંથી 15 ભારતીયોને બચાવ્યા
ધોનીના 'દોસ્તાર' કરી ગયા દાવ, કરોડોનો ચૂનો ચોપડ્યો, નોંધાવ્યો Criminal Case


વાયરલ વીડિયો પર કાંબલેએ શું કહ્યું?
વાયરલ વીડિયો વિશે પૂછવામાં આવતા ધારાસભ્યએ કહ્યું, 'હું શા માટે તેમની સાથે મારપીટ કરીશ? હું તેને ઓળખતો નથી અને મારી પાસે તેને થપ્પડ મારવાનું કોઈ કારણ નથી. જ્યારે હું સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો, ત્યારે તે મારા પર પડ્યો, તેથી મેં તેને ધક્કો માર્યો.


નવા ફોર્મેટમાં અમેરિકામાં રમાશે T20 World Cup, ફરી એકવાર IND vs PAK આમને-સામને
New Rules: WhatsApp ની ફ્રી સેવા ખતમ! હવે પૈસા ખર્ચીને કરવો પડશે ઉપયોગ