T20 World Cup 2024 Schedule ની જાહેરાત, જાણો લો A TO Z માહિતી

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે. આ ટુર્નામેન્ટ 1લી જૂનથી શરૂ થવાની છે. જ્યારે ફાઈનલ મેચ 29 જૂને રમાશે.

T20 World Cup 2024 Schedule ની જાહેરાત, જાણો લો A TO Z માહિતી

T20 World Cup 2024 Full Schedule: T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે. આ ટુર્નામેન્ટ 1લી જૂનથી શરૂ થવાની છે. જ્યારે ફાઈનલ મેચ 29 જૂને રમાશે. આ વખતના T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ Aમાં છે.

9 જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર
ભારતનો મુકાબલો 9 જૂન, 2024ના રોજ ન્યૂયોર્કમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ટીમ ઈન્ડિયાએ અનુભવી મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2007માં પાકિસ્તાનને હરાવીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારત આ ટૂર્નામેન્ટની પોતાની શરૂઆતની મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. ન્યૂયોર્કમાં 12 જૂને યજમાન અમેરિકા સામે મેચ રમાશે. ત્યારબાદ 15 જૂને ટીમ ઈન્ડિયા ફ્લોરિડામાં કેનેડા સામે ટકરાશે. તમને જણાવી દઈએ કે ભારત તેની તમામ લીગ મેચ યુએસએમાં રમવા જઈ રહ્યું છે.

29 જૂને કરવામાં આવશે વિજેતાની જાહેરાત 
ટૂર્નામેન્ટની શરૂઆત 1 જૂને યજમાન અમેરિકા અને કેનેડા વચ્ચેની મેચથી થશે. ગ્રુપ સ્ટેજની મેચો 1 થી 18 જૂન દરમિયાન રમાશે. આ પછી સુપર 8 મેચ રમાશે જે 19 થી 24 જૂન વચ્ચે રમાશે. તો બીજી તરફ ટૂર્નામેન્ટની સેમી-ફાઇનલ મેચો 26 અને 27 જૂને યોજાવાની છે, જ્યારે 2024 ટી-20 વર્લ્ડ કપની વિજેતા ટીમની જાહેરાત 29 જૂને કરવામાં આવશે.

આ રીતે પાર પાડવી પડશે સેમિફાઇનલ સુધીની સફર
T20 વર્લ્ડ કપ 2024માં 20 ટીમો ભાગ લેશે. દરેક ગ્રુપની ટોચની બે ટીમ સુપર 8 રાઉન્ડ માટે ક્વોલિફાય થશે. એક ગ્રુપમાં A1, B2, C1 અને D2 ટીમો અને બીજા ગ્રુપમાં A2, B1, C2 અને D1 ટીમો હશે. દરેક સુપર 8 ગ્રૂપમાં ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.

આ સ્ટેડિયમોમાં મેચો યોજાશે
ટૂર્નામેન્ટની કુલ 55 મેચ વેસ્ટ ઈન્ડિઝના છ અને અમેરિકામાં નવ સ્ટેડિયમમાં રમાશે. તેમાં કેન્સિંગ્ટન ઓવલ (બાર્બાડોસ), બ્રાયન લારા ક્રિકેટ એકેડમી (ત્રિનિદાદ), પ્રોવિડન્સ સ્ટેડિયમ (ગિયાના), સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ (એન્ટિગુઆ), ડેરેન સેમી ક્રિકેટ ગ્રાઉન્ડ (સેન્ટ લુસિયા), આર્નોસ વેલે સ્ટેડિયમ (સેન્ટ વિન્સેન્ટ) નો સમાવેશ થાય છે. જ્યારે, યુનાઇટેડ સ્ટેટ્સમાં ત્રણ સ્થળો આઇઝનહોવર પાર્ક (ન્યૂયોર્ક), લોડરહિલ (ફ્લોરિડા) અને ગ્રાન્ડ પ્રેઇરી (ટેક્સાસ) છે.

તમામ ગ્રુપ ટીમો
ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા અને યુએસએ
ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ અને ઓમાન
ગ્રુપ સી: ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગીની
ગ્રુપ ડી: દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news