મથુરા : મથુરાના સાંસદ અને ભાજપના ઉમેદવાર હેમા માલિની ખેડૂતોને લલચાવવા માટે દરેક શક્ય પ્રયાસો કરી રહી છે, જેથી લોકો તેનાં પક્ષે મતદાન કરે. 31 માર્ચે ગોવર્ધન ક્ષેત્રમાં ઘઉનો પાક વાઢતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેઓ શુક્રવારે બટાકાનાં ખેતરમાં પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ન માત્ર બટાકા વિણ્યા પરંતુ ટ્રેક્ટરની સવારી પણ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી પહેલા જપ્તીનો ઐતિહાસિક આંકડો, 300 કરોડ રોકડ સહિત 1618 કરોડની સંપત્તી જપ્ત

લોકોએ તેમની સાદગીનાં કર્યા વખાણ
સાંસદ હેમા માલિની ચૂંટણી પ્રચાર દરમિયાન કોઇ પણ પ્રકારની કસર છોડવા નથી માંગતા. તેઓ દરેક શક્ય પ્રયાસો કરી રહ્યા છે કે મથુરાની જનતાને રીજવી શકે. આ પ્રયાસમાં શુક્રવારે તેઓ પોતાના જનસંપર્ક માટે નિકળ્યા તો માંટ વિસ્તારમાં બટાકાની ખેતરમાં ખેડૂતોને જોઇને તેમણે પોતાનો કાફલો અટકાવ્યો હતો અને ખેતરમાં પહોંચી ગયા હતા. ખેતરમાં પહોંચીને તેમણે બટાકા વિણ્યા અને ત્યાં ઉભેલા ટ્રેક્ટર પર બેઠા, તેને ચલાવવાનાં પ્રયાસો કરવા લાગ્યા. હેમા માલિીનીનું આ સ્વરૂપ જોઇને ત્યાં હાજર દરેક વ્યક્તિ તેમની સાદગીનાં વખાણ કરવા લાગ્યા હતા. 
જમ્મુ કાશ્મીરના નૌશેરામાં પાક.નો સતત ગોળીબાર, LoC પર સ્થિતી તંગ
ગઠબંધન ઉમેદવારને ફેંકી ચેલેન્જ
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 31 માર્ચે જ્યારે ગોવર્ધન વિસ્તારમાં જનસંપર્ક કરી રહ્યા હતા તો તેઓ ઘઉ વાઢવા માટે પહોંચી ગયા હતા. તેમણે દાતરડા વડે ઘઉં વાઢ્યા હતા. ત્યાર બાદ વિપક્ષે તેમની સામે સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે તેઓ માત્ર નાટક કરી રહ્યા છે. પૂર્વ મંત્રી શ્યામ સુંદર શર્માએ તો ચેલેન્જ ફેંકતા કહ્યું કે, જો હેમા માલિનીએ એક વિઘાના ઘઉ વાઢી નાખ્યા તો તેઓ ગઠબંધન ઉમેદવાર તરીકે ચૂંટણી નહી લડે.