લોકસભા ચૂંટણી પહેલા જપ્તીનો ઐતિહાસિક આંકડો, 300 કરોડ રોકડ સહિત 1618 કરોડની સંપત્તી જપ્ત

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2019ના કાર્યક્રમની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદથી અત્યાર સુધી 1618 કરોડ રૂપિયાની શંકાસ્પદ રોકડ, બિનકાયદેસર દારૂ, ડ્રગ્સ અને અન્ય સામાન જપ્ત કર્યો છે. 

લોકસભા ચૂંટણી પહેલા જપ્તીનો ઐતિહાસિક આંકડો, 300 કરોડ રોકડ સહિત 1618 કરોડની સંપત્તી જપ્ત

નવી દિલ્હી : ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2019ના કાર્યક્રમની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદથી અત્યાર સુધી 1618 કરોડ રૂપિયાની શંકાસ્પદ રોકડ, બિનકાયદેસર દારૂ, ડ્રગ્સ અને અન્ય સામાન જપ્ત કર્યો છે. ચૂંટણી પંચના અનુસાર 4 એપ્રીલ સુધી તેણે આદર્શ આચાર સંહિતા ઉલ્લંઘનમાં 1618.78 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કર્યો છે. જેમાં 399.50 કરોડ રૂપિયા રોકડા છે. આ સાથે જ પંચે કહ્યું કે, જપ્ત થયેલી વસ્તુોમાં ડ્રગ્ઝની કિંમત સૌથી વધારે છે. જેનું કુલ મુલ્ય 708 કરોડ રૂપિયા છે. 

2014ની લોકસભા ચૂંટણી દરમિયાન માત્ર 303 કરોડ રૂપિયાની સામગ્રી અને કેશ જપ્ત થઇ હતી. જો કે આ વર્ષે મતદાન ચાલુ થાય તે પહેલા જ આ આંકડો અનેક ગણો વધારે થઇ ચુક્યો છે. ચૂંટણી પંચની તરફથી અપાયેલી માહિતી અનુસાર 4 એપ્રીલ સુધી પાડવામાં આવેલા દરોડામાં 199.50 કરોડ રૂપિયા રોકડા, 708.55 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, 162.89 કરોડ રૂપિયાનો દારુ, 318.49 કરોડ રૂપિયાની મોંઘી ધાતુઓ અને 29.34 કરોડ રૂપિયાની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. 

ચૂંટણી પંચના અનુસાર માત્ર ગુજરાતમાં જ 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. કુલ 511.87 કરોડ રૂપિયાની સાથે ગુજરાત સૌથી આગળ છે. બીજા નંબરે તમિલનાડુ છે જ્યાં સૌથી વધારે 137 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ પ્રકારે દક્ષિણ ભારતીય રાજ્યોમાંથી કુલ 285.86 કરોડ રૂપિયા જપ્ત થયા છે. ત્રીજા નંબર પર આંધ્રપ્રદેશ છે જ્યાં કુલ 158.61 કરોડ રૂપિયાની જપ્તી થઇ છે. 

આ રાજ્યોમાં સૌથી વધારે કેશ ઝડપાઇ
તમિલનાડુ 137.81 કરોડ રૂપિયા રોકડા
આંધ્રપ્રદેશ 95.76 કરોડ રૂપિયા રોકડા
મહારાષ્ટ્ર 28.75 કરોડ રૂપિયા રોકડા
ઉત્તરપ્રદેશ 25.42 કરોડ રૂપિયા રોકડા

ECI Seizure Report

આ રાજ્યોમાંથી સૌથી વધારે દારૂ ઝડપાયો
ઉત્તરપ્રદેશ 35.96 કરોડ રૂપિયા
કર્ણાટક 31.99 કરોડ રૂપિયા
આંધ્રપ્રદેશ 21.23 કરોડ રૂપિયા
મહારાષ્ટ્ર 14.99 કરોડ રૂપિયા
ગુજરાત 8.19 કરોડ રૂપિયા

આ રાજ્યોમાં સૌથી વધારે ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત 500.01 કરોડ રૂપિયા
પંજાબ 117.33 કરોડ રૂપિયા
મણિપુર 28.18 કરોડ રૂપિયા
ઉત્તરપ્રદેશ 22.8 કરોડ રૂપિયા
કેરળ 14.2 કરોડ રૂપિયા

આ રાજ્યોમાં સૌથી વધારે સોનુ/ચાંદી ઝડપાયું
તમિલનાડુ 141.14 કરોડ રૂપિયા
ઉત્તરપ્રદેશ 60.39 કરોડ રૂપિયા
મહારાષ્ટ્ર 39.04 કરોડ રૂપિયા
આંધ્રપ્રદેશ 30.48 કરોડ રૂપિયા
પંજાબ 18.32 કરોડ રૂપિયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news