નવી દિલ્હી: નોર્થ વેસ્ટ દિલ્હીથી ભાજપના સાંસદ હંસરાજ હંસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જેએનયુ)નું નામ બદલવાની માગણી કરી છે. તેમનું કહેવું છે કે જેએનયુનું નામ બદલીને એમએનયુ કરી દેવું જોઈએ. તેમણે કહ્યું કે મોદીજીના નામ ઉપર પણ કઈંક હોવું જોઈએ. તેમણે અશક્યને શક્ય કરી બતાવ્યું. એટલે તો કહે છે કે મોદી છે તો શક્ય છે. ભાજપ સાંસદ હંસરાજ હંસે આ વાત જેએનયુમાં આયોજિત એક કાર્યક્રમમાં કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મહત્વનું નિવેદન, 'પાકિસ્તાન સાથે હવે ફક્ત PoK પર વાતચીત થશે'


હંસરાજ હંસે કહ્યું કે આપણા વડીલોએ ભૂલ કરી હતી અને આપણે ભોગવી રહ્યાં હતાં. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવવાને લઈને પણ પ્રતિક્રિયા આપી. 


જુઓ VIDEO


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...