ભાજપ અને જેજેપી વચ્ચે મતભેદ બાદ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ  ખટ્ટરે સીએમ પદેથી રાજીનામું ધરી દીધુ. મનોહરલાલ ખટ્ટરના રાજીનામાં પડ્યાના ગણતરીના કલાકોમાં હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. એવું કહેવાય છે કે લોકસભા ચૂંટણીના પગલે હરિયાણામાં આ સત્તા પરિવર્તન થયું છે. ખટ્ટરના રાજીનામા બાદ હરિયાણામાં ભાજપ અધ્યક્ષ નાયબસિંહ સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સૈની સાથે કંવરપાલ ગુર્જર સહિત પાંચ નેતાઓએ મંત્રી પદના શપથ લીધા. 

નાયબ સિંહ સૈની આજે રાજ્યપાલ બંદારુ દત્તાત્રેયને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કર્યો હતો. નોંધનીય છે કે ખટ્ટરે પોતાની પૂરી કેબિનેટ સાથે રાજીનામું ધરી દીધુ હતું. આમ હરિયાણામાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટ્યો. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં સીટ શેરિંગને લઈને થયેલા મતભેદોના પગલે આ ગઠબંધન તૂટ્યું છે. આ બધા વચ્ચે ચંડીગઢમાં ભાજપ અને અપક્ષ ધારાસભ્યો સાથે બેઠક પણ થઈ. અપક્ષોએ નેતા મનોહરલાલ ખટ્ટર સાથે મુલાકાત કરીને પોતાનું સમર્થન પણ જતાવ્યું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube