દલિતોના હાથનું બનાવેલું ખાવ અને જાતે વાસણ ધોવો તો માનીશ `દલિત પ્રેમ`: BJP સાંસદ
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના હાઇકમાંડ દ્વારા દલિતોને પાર્ટી સાથે જોડવાનો આદેશ મળ્યા બાદ નેતાઓ આ સમાજના લોકો સાથે જમવાનું ચલણ શરૂ થઇ ગયું છે. દલિતોના ઘરમાં જઇને નેતાઓના જમવાના ચલણ પર ભાજપની જ દલિત સાંસદે નારાજગી વ્યકત કરી છે. ભાજપની સાંસદ સાવિત્રી બાઇ ફૂલેએ તેને દેખાડો અને બહુજન સમાજનું `અપમાન` ગણાવ્યું છે.
લખનઉ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના હાઇકમાંડ દ્વારા દલિતોને પાર્ટી સાથે જોડવાનો આદેશ મળ્યા બાદ નેતાઓ આ સમાજના લોકો સાથે જમવાનું ચલણ શરૂ થઇ ગયું છે. દલિતોના ઘરમાં જઇને નેતાઓના જમવાના ચલણ પર ભાજપની જ દલિત સાંસદે નારાજગી વ્યકત કરી છે. ભાજપની સાંસદ સાવિત્રી બાઇ ફૂલેએ તેને દેખાડો અને બહુજન સમાજનું 'અપમાન' ગણાવ્યું છે.
'સંવિધાને દલિતોને સમાનતાનો અધિકાર આપ્યો છે'
વરિષ્ઠ ભાજપના નેતાઓ દ્વારા તાજેતરમાં દલિતોના ઘરે જમવા અંગે પ્રશ્ન પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં બહરાઇલ લોકસભાની સીટના સાંસદ સાવિત્રીએ કહ્યું કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે ભારતના સંવિધાનમાં જાતિ વ્યવસ્થાને ખતમ કરતાં બધાને સમાનતાની જીંદગી જીવવાનો અધિકાર આપ્યો છે, પરંતુ આજેપણ અનુસૂચિત જાતિના પ્રત્યે લોકોની માનસિકતા સ્પષ્ટ નથી.
PF ડેટા લીક થયાની આશંકા, તમારા બેંક એકાઉન્ટમાંથી ઉપડી શકે છે પૈસા
'દેખાડા માટે દલિતોના ઘરે ભોજન કરવામાં આવી રહ્યું છે'
તેમણે કહ્યું કે ''લોકો તેમના ઘરે ભોજન કરવા જાય છે, પરંતુ તેમનું બનાવેલું ભોજન ખાતા નથી. તેમના માટે બહારથી વાસણ આવે છે, બહારથી ભોજન બનાવનારા આવે છે, તે જ પીરસે છે. દેખાડા માટે દલિતના દરવાજા પર જમીને ફોટા પડાવવામાં આવી રહ્યા છે અને તેને વોટ્સઅપ, ફેસબુક પર વાયરલ કરવાની સાથે-સાથે ટીવી ચેનલો પર બતાવીને વાહવાહી લૂંટવામાં આવી રહી છે. તેનાથી આ આખા દેશના બહુજન સમાજનું અપમાન થઇ રહ્યું છે.'' થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સુરેશ રાણા દ્વારા એક દલિતના ઘરે રાત્રિ ભોજ પર જવાને લઇને વિવાદ ઉભો થયો હતો, જ્યાં આરોપ લાગ્યો હતો કે મંત્રી પોતાના તરફથી ભોજન અને પાણીને લઇને ત્યાં પહોંચ્યા હતા.
દલિતોના ઘરે ભોજન કરવાથી થશે કોંગ્રેસ જેવા હાલ: BJP સાંસદ ઉદિત રાજ
સાવિત્રીએ જાતે પોતાના વાસણ ધોવાની સલાહ આપી
સાવિત્રીએ કહ્યું કે જ્યારે દલિતના હાથે બનાવેલું ભોજન જમો અને જાતે પોતાના વાસણ સાફ કરો. તેમણે કહ્યું કે જો અનુસૂચિત જાતિના લોકોનું સન્માન વધારવું છે તો તેમના ઘરે જઇને જમવાના બદલે તેમના માટે રોટી, કપડાં, મકાન અને રોજગારની વ્યવસ્થા કરવામાં આવે. અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે તે અનુસૂચિત જાતિના લોકો માટે નોકરીઓનું સર્જન કરે. ફક્ત ખાવાથી અનુસૂચિત જાતિના લોકો તમારી સાથે જોડાશે નહી.
પાર્ટી અધ્યક્ષ સમક્ષ ઉઠાવશે નહી આ મુદ્દો
શું તે આ મુદ્દો ભાજપના અધ્યક્ષ અમિત શાહ સમક્ષ મુકશે, આ પ્રશ્નના જવાબમાં પાર્ટી સાંસદે કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો નહી, સાવિત્રીએ આરોપ લગાવ્યો છે કે અનુસૂચિત જાતિના લોકોને આજે પણ હીન ભાવનાથી જોવામાં આવે છે. હું સાંસદ છું અને મને ભાજપ સાંસદના બદલે દલિત સાંસદ કહેવામાંન આવે છે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દલિત રાષ્ટ્રપતિ કહેવામાં આવે છે. શું અનુસૂચિત જાતિના લોકોનું અપમાન નથી.
તેમણે કહ્યું કે આ દ્વષ્ટિકોણથી આજે પણ સંવિધાનને માનવામાં નથી આવી રહ્યું. જો સંવિધાનને તેની મૂળ ભાવનાથી લાગૂ કરી દેવામાં આવે તો દેશમાં અસમાનતા અને જાતિ વ્યવસ્થા આપમેળે ખતમ થઇ જશે. આજે આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી રહી છે અને તેને ખંડિત કરનારાઓની ધરપકડ થઇ નથી રહી. ઘોડી ચડનાર દલિતની હત્યા કરવામાં આવી રહી છે.
ગુજ્જુ મહિલા ડોક્ટરે બનાવી અનોખી લિપસ્ટિક, સુંદરતા સાથે રાખશે સ્વાસ્થ્યનું ધ્યાન
ભાજપ પ્રત્યે નારાજગી જાહેર કરી ચૂકી છે સાવિત્રી ફૂલે
આ પહેલાં ગત મહિને સાંસદ સાવિત્રીએ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ સ્થિત કાશીરામ સ્મૃતિ ઉપવનમાં 'ભારતીય સંવિધાન તથા અનામત બચાવો મહારેલીનું આયોજન' કરી સરકાર માટે અસહજ સ્થિતિ પેદા કરી દીધી હતી.