નવી દિલ્હી: ભાજપાના સાંસદ વરૂણ ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. તેમણે આ જાણકારી ટ્વીટ કરીને આપી છે. તેમણે જણાવ્યું છે કે મારામાં ઘણા ગંભીર લક્ષણ દેખાયા છે. વરૂણ ગાંધીએ જણાવ્યું કે તેઓ ત્રણ દિવસ પીલીભીત પ્રવાસે હતા, જ્યાં કોરોનાના ઝપેટમાં આવ્યા છે. આ સાથે તેમણે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે ઉમેદવારો અને પાર્ટીના કાર્યકરોને પણ કોરોના રસીના બૂસ્ટર ડોઝ લગાવવામાં આવે. તમને જણાવી દઈએ કે, પીલીભીત વરુણ ગાંધીનો સંસદીય ક્ષેત્ર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'ત્રણ દિવસ પીલીભીતમાં રહ્યા બાદ આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તદ્દન ગંભીર લક્ષણો દેખાયા છે. હવે આપણે એક ત્રીજી લહેરની વચ્ચે છીએ અને ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ચૂંટણી પંચે ઉમેદવારો અને પક્ષના કાર્યકરો માટે સુરક્ષાના ભાગરૂપે પણ વ્યવસ્થા કરવી જોઈએ.


દિલ્હીમાં શું ફરીથી લાગશે લોકડાઉન? સીએમ કેજરીવાલે કરી મોટી જાહેરાત

દેશમાં પૂરપાટ ઝડપે ફેલાઈ રહ્યો છે કોરોના
છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસના ચેપના 1,59,632 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 224 દિવસમાં નોંધાયેલા સૌથી વધુ દૈનિક કેસ છે. સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 5,90,611 થઈ ગઈ છે, જે લગભગ 197 દિવસમાં સૌથી વધુ છે. જ્યારે, છેલ્લા 24 કલાકમાં 327 લોકોના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને 4,83,790 થયો છે.


તેના સિવાય કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થનાર 552 નવા કેસ સામે આવ્યા બાદ રવિવારે તેનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 3,623 થઈ ચૂકી છે. ઓમિક્રોનના 3,623 કેસમાંથી 1,409 લોકો દેશમાંથી બહાર ચાલ્યા ગયા છે અથવા તો સ્વસ્થ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 1,009 કેસ સામે આવ્યા છે, ત્યારબાદ દિલ્હીમાં 513, કર્ણાટકમાં 441, રાજસ્થાનમાં 373, કેરળમાં 333 અને ગુજરાતમાં 204 કેસ સામે આવ્યા છે.


કોરોના વેક્સીનના 11 ડોઝ લેનાર બુઝુર્ગને હવે પડ્યા લેવાના દેવા, હવે સામે પડી મોટી મુશ્કેલી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube