ભાજપે 4 રાજ્યોના અધ્યક્ષ બદલ્યા! રાજસ્થાન, બિહાર, ઓડિશા અને દિલ્હીમાં હવે આ નેતાઓના હાથમાં પક્ષની કમાનમાં
BJP Politics latest News: રાજસ્થાનમાં સાંસદ સીપી જોશી, બિહારમાં એમએલસી સમ્રાટ ચૌધરી, ઓડિશામાં પૂર્વ મંત્રી મનમોહન સામલ અને દિલ્હીમાં વીરેન્દ્ર સચદેવાને નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Rajasthan: લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ચાર રાજ્યોમાં પોતાના પ્રમુખોની નિમણૂક કરી છે. ભાજપે રાજસ્થાનમાં સીપી જોશી, બિહારમાં સમ્રાટ ચૌધરીને, દિલ્હીમાં વીરેન્દ્ર સચદેવા અને ઓડિશામાં મનમોહન સામલને કમાન સોંપી છે.
લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન, બિહાર, ઓડિશા અને દિલ્હીમાં પોતાના પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરી દીધી છે. રાજસ્થાનમાં સાંસદ સીપી જોશી, બિહારમાં એમએલસી સમ્રાટ ચૌધરી, ઓડિશામાં પૂર્વ મંત્રી મનમોહન સામલ અને દિલ્હીમાં વીરેન્દ્ર સચદેવાને નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ભાજપે સતીશ પુનિયાને બદલીને સીપી જોશીને પાર્ટીની કમાન સોંપી છે. જ્યારે બિહારમાં સંજય જયસ્વાલની જગ્યાએ સમ્રાટ ચૌધરીને બાગડોર મળી હતી. ભાજપ 2024માં ઓડિશા સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી મનમોહન સામલની અધ્યક્ષતામાં ચૂંટણી લડશે. આ જ સમયે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને ટક્કર આપવા માટે પાર્ટીએ કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
આ પણ વાંચો: IND vs AUS: ODI સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીએ આપ્યા સન્યાસના સંકેત
આ પણ વાંચો: 2050 સુધી ગંગા સહિત દેશની આ નદીઓ સૂકાઈ જવાનું જોખમ, UNનો રિપોર્ટ કેમ ચિંતાજનક છે?
આ પણ વાંચો: VIDEO: BF આપી રહ્યો હતો દગો, ગર્લફ્રેન્ડે રંગે હાથે પકડીને રસ્તા વચ્ચે કરી ખરાબ હાલત
સીપી જોષી
રાજસ્થાનમાં ભાજપે સતીશ પુનિયાના સ્થાને ચિત્તોડગઢના સાંસદ સીપી જોશીને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. પુનિયાએ તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો, તેમને એક્સ્ટેંશન પણ મળ્યું હતું, પરંતુ આ વર્ષે યોજાનારી ચૂંટણી પહેલા ભાજપે પ્રદેશ અધ્યક્ષ બદલીને ચોંકાવી દીધા છે. પૂનિયાની જેમ સીપી જોશી પણ સંઘની પૃષ્ઠભૂમિમાંથી આવે છે. ચંદ્ર પ્રકાશ જોશી ચિત્તોડગઢથી બે વખત લોકસભામાં પહોંચ્યા છે. તેઓ આ બેઠક પરથી પહેલા 2014 અને પછી 2019માં ચૂંટણી જીત્યા હતા. જોશી બીજેવાયએમના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, તેથી તેમની પાસે સંગઠનનો અનુભવ પણ છે.
સમ્રાટ ચૌધરી
બિહારમાં સંજય જયસ્વાલને બદલે ભાજપે સમ્રાટ ચૌધરીને કમાન સોંપી છે. સમ્રાટ ચૌધરી બિહાર સરકારમાં ત્રણ વખત કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેમની રાજકીય ઇનિંગ્સ આરજેડીથી શરૂ થઈ અને પછી જેડીયુ દ્વારા તેઓ ભાજપમાં આવ્યા. તેમના પિતા પૂર્વ મંત્રી શકુની ચૌધરીનો બિહારમાં ઘણો રાજકીય પ્રભાવ માનવામાં આવે છે. સમ્રાટ ચૌધરી ત્યારે વિવાદમાં આવ્યા જ્યારે તેઓ લાલુ યાદવની કેબિનેટમાં સૌથી યુવા મંત્રી બન્યા. પછી તેમને દૂર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: BIG B સાથે ના કર્યું હોત LIPLOCK તો Aishwaryaને બદલે આ હિરોઈન હોત અભિષેકની પત્ની
આ પણ વાંચો: હિરોઈનની માતા બની ગઈ પ્રેગ્નન્ટ, છોકરાં રમાડવાની ઉંમરે બહેનને રમાડશે
આ પણ વાંચો: Nora Fatehiનો થપ્પડોથી ગાલ થઈ હતો લાલ, એક થપ્પડની સામે થયો હતો વરસાદ, જાણો કિસ્સો
વિરેન્દ્ર સચદેવા
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હાર બાદ આદેશ ગુપ્તાએ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામા બાદ દિલ્હી ભાજપ અધ્યક્ષનું પદ ખાલી થયું હતું. પાર્ટીએ વીરેન્દ્ર સચદેવાને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા અને હવે લગભગ અઢી મહિના બાદ તેમને કાયમી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેઓ 90ના દાયકાના ઉત્તરાર્ધથી રાજકારણમાં સક્રિય છે અને ભાજપમાં જ અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે.
મનમોહન સામલ
ભાજપે ઓડિશામાં મનમોહન સામલને પાર્ટીની કમાન સોંપી છે. સમીર મોહંતીના સ્થાને તેમને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ તરીકે સમીર મોહંતીનો કાર્યકાળ પૂર્ણ થયો છે. મનમોહન સામલ ઓડિશા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ બીજેપી-બીજેડી ગઠબંધન સરકાર દરમિયાન યુનિટ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝ હારના ગુનેગાર બન્યા આ ખેલાડી, ફેન્સ ક્યારેય નહી કરે માફ!
આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube