Nora Fatehiનો થપ્પડોથી ગાલ થઈ હતો લાલ, એક થપ્પડની સામે થયો હતો વરસાદ, જબરદસ્ત છે કિસ્સો

Bollywood Story: અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi)થોડા સમય પહેલા 'ધ કપિલ શર્મા શો'માં (The Kapil Sharma Show) આવી હતી જ્યાં તેણે એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સંભળાવ્યો હતો. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેના સહ કલાકારે તેને ફિલ્મના સેટ પર ઘણી વખત થપ્પડ મારી હતી. એક્ટ્રેસનું રિએક્શન કેવું હતું અને પછી ત્યાં શું થયું, ચાલો જાણીએ...

Nora Fatehiનો થપ્પડોથી ગાલ થઈ હતો લાલ, એક થપ્પડની સામે થયો હતો વરસાદ, જબરદસ્ત છે કિસ્સો

Nora Fatehi Slapped by Actor on Set: કોમેડિયન કપિલ શર્માનો કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' (Kapil Sharma) એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સ્ટાર્સ જ્યારે તેમની ફિલ્મોના પ્રમોશન માટે આવે છે ત્યારે તેઓ એકદમ કમ્ફર્ટેબલ હોય છે અને પોતાની સાથે જોડાયેલી ઘણી સ્ટોરીઓ સંભળાવે છે. અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) અને અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)અને જયદીપ અહલાવત (Jaideep Ahlawat) ફિલ્મ 'એક્શન હીરો'ના (Action Hero)પ્રમોશન માટે કપિલના શોમાં આવ્યા હતા. વાતચીત દરમિયાન, 'એક્શન' વિશે વાત કરતા કપિલ શર્માએ તેના મહેમાનોને પૂછ્યું કે શું તેઓ ક્યારેય સેટ પર કોઈની સાથે લડ્યા છે? આ સવાલનો સૌથી ચોંકાવનારો જવાબ નોરાનો હતો. નોરાએ જણાવ્યું કે કેવી રીતે તેના એક કો-સ્ટારે તેને ઘણી વખત થપ્પડ મારી અને પછી બંને વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ હતી. ચાલો તમને આખી વાત જણાવીએ...

Nora Fatehiને તેના કો-સ્ટારે થપ્પડ મારી હતી!
સેટ પરની લડાઈ અંગે નોરાએ કહ્યું કે જ્યારે તે તેની ડેબ્યૂ ફિલ્મ  (Nora Fatehi Debut) માટે શૂટિંગ કરી રહી હતી ત્યારે ફિલ્મમાં તેના કો-એક્ટર સાથે ઝઘડો થયો હતો. નોરાએ જણાવ્યું હતું કે તેના પુરૂષ કો-સ્ટારે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું જે નોરા સહન ન કરી શકી અને તેણે અભિનેતાને થપ્પડ મારી દીધી. નવાઈની વાત એ છે કે જ્યારે નોરાએ થપ્પડ મારી તો અભિનેતાએ બદલામાં અભિનેત્રીને થપ્પડ મારી હતી.

નોરાની આ વાત સાંભળીને કપિલના શોમાં બેઠેલા તમામ લોકોના હોશ ઉડી ગયા હતા. મામલો અહીં પૂરો નથી થયો, નોરાએ આગળ કહ્યું કે જ્યારે તેને તે અભિનેતાએ થપ્પડ મારી, ત્યારે તે વધુ ગુસ્સે થઈ ગઈ અને નોરાએ ફરીથી તે અભિનેતાને થપ્પડ મારી. અભિનેતાનો ગુસ્સો પણ સાતમા આસમાને હતો અને તેણે નોરાને વધુ એક થપ્પડ મારી અને પછી બંને વચ્ચે લડાઈ એટલી વધી ગઈ કે વાત વાળ ખેંચવા અને મારામારી સુધી પહોંચી ગઈ. આ લડાઈને ખતમ કરવા માટે ફિલ્મના ડાયરેક્ટરને વચ્ચે આવવું પડ્યું હતું.

જો તમે અનુમાન લગાવવાની કોશિશ કરી રહ્યા છો કે આ કૃત્ય કરનાર એક્ટર કોણ હતો, તો અમે તમને જણાવી દઈએ કે આવું કોઈ બોલિવૂડ એક્ટરે નથી કર્યું, આ એક્ટ્રેસ સાથે ત્યારે થયું જ્યારે તે બાંગ્લાદેશમાં શૂટિંગ કરી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news