લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. જેમાં ભાજપે ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા છે. આ રાજ્યોને નવા અધ્યક્ષ મળ્યા છે. જેમાં પંજાબ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને તેલંગણા સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે બાબુલાલ મરાંડીને ઝારખંડ, સુનીલ જાખડને પંજાબની જવાબદારી સોંપી છે. આ ઉપરાંત રાજેન્દ્ર એટીલાને ચૂંટણી મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષોની યાદી....


આંધ્ર પ્રદેશ- પી પુરંદેશ્વરી
ઝારખંડ- બાબુલાલ મરાંડી
પંજાબ- સુનીલ જાખડ
તેલંગણા- જી કિશન રેડ્ડી


ફેબ્રુઆરી 2020માં બાબુલાલ મરાંડી ભાજપમાં જોડાયા હતા. તેમને નેતા વિપક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. જો કે હવે લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીને જોતા તેમને પ્રદેશમાં પાર્ટીની કમાન આપવામાં આવી છે. એટલે હવે તેઓ ઝારખંડ ભાજપના નવા અધ્યક્ષ હશે. એ જ રીતે એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા સુનીલ જાખડને પંજાબ ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 


સૌથી મોટો ઉલટફેર તેલંગણામાં જોવા મળ્યો છે. અહીં ભાજપે પ્રદેશ અધ્યક્ષ બંદી સંજયકુમારને  હટાવી દીધા છે. તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને જવાબદારી સોંપાઈ છે. બંદી સંજયકુમાર જમીન પર ખુબ સક્રિય હતા પરંતુ એવું કહેવાય છે કે તેઓ સંગઠનને એક સાથે લઈને ચાલવામાં નિષ્ફળ રહ્યા અને આ જ કારણે પાર્ટીએ આ નિર્ણય લીધો. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube