નવી દિલ્હી: મધ્ય પ્રદેશના રાજકારણનું કેન્દ્ર હાલ દિલ્હી બની ગયું છે. મળતી માહિતી મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યાં. કહેવાય છે કે મોડી સાંજે તેમના ભાજપમાં જોડાવવાના અંગેની જાહેરાત થશે. આ સમગ્ર ઘટનાક્રમને એક રીતે ભાજપની મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યો છે. ભાજપ સમર્થકો તેને હોળી પર ભાજપની દીવાળી ગણાવી રહ્યાં છે. સિંધિયાના આ પગલાંથી કોંગ્રેસને ખુબ મોટો આંચકો લાગ્યો છે. ભાજપ સિંધિયાને રાજ્યસભામાં મોકલી શકે છે. આ સાથે જ બની શકે કે તેમને કેબિનેટ મંત્રી બનાવીને સેન્ટ્રલ પોલીટિક્સમાં રાખવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે BJP જોઈન કરી શકે છે જ્યોતિરાદિત્ય સિંધિયા, વડોદરાના રાજવી પરિવારનો મોટો ફાળો


પીએમ મોદી, અમિત શાહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે લગભગ એક કલાક જેટલી વાતચીત થઈ. કહેવાય છે કે આજે તેઓ ભાજપમાં જોડાશે અને ત્યારબાદ રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવાનો રસ્તો ક્લિયર થઈ જશે. આજે સાંજે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની સાથે સાથે હવે સંસદીય બોર્ડની બેઠક પણ થઈ શકે છે. કહેવાય છે કે સંસદીય બોર્ડની બેઠકમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની ભાજપમાં એન્ટ્રી પર મહોર લાગી શકે છે. જેના કારણે આજે તેઓ પિતા માધવરાવ સિંધિયાની 75મી વર્ષગાંઠ પર ભાગ લેવા માટે ગ્વાલિયર જવાના હતાં તે કાર્યક્રમ પણ કેન્સલ કર્યો છે. સૂત્ર જણાવે છે કે ભાજપની સાંજે થનારી સંસદીય દળની બેઠકમાં શિવરાજ સિંહના નેતૃત્વમાં પાર્ટી મધ્ય પ્રદેશમાં નવી સરકાર બનાવવાની તૈયારીને લીલી ઝંડી આપશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...