આજે BJP જોઈન કરી શકે છે જ્યોતિરાદિત્ય સિંધિયા, વડોદરાના રાજવી પરિવારનો મોટો ફાળો

મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા પોલીટિકલ ડ્રામા વચ્ચે મોટા સમાચાર આવી રહ્યાં છે. ઝી ન્યૂઝને વિશ્વસનીય સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આજે ધૂળેટીના મહાપર્વ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં જેમની ગણતરી થાય છે તે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસને ટાટા બાયબાય કરી શકે છે. કહેવાય છે કે આ નિર્ણય સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ લીધો છે.

આજે BJP જોઈન કરી શકે છે જ્યોતિરાદિત્ય સિંધિયા, વડોદરાના રાજવી પરિવારનો મોટો ફાળો

ભોપાલ: મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા પોલીટિકલ ડ્રામા વચ્ચે મોટા સમાચાર આવી રહ્યાં છે. ઝી ન્યૂઝને વિશ્વસનીય સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આજે ધૂળેટીના મહાપર્વ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં જેમની ગણતરી થાય છે તે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસને ટાટા બાયબાય કરી શકે છે. કહેવાય છે કે આ નિર્ણય સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ લીધો છે. આ મુલાકાત વડોદરાના રાજવી પરિવાર દ્વારા કરાવવામાં આવી હતી હોવાનું કહેવાય છે. મધ્ય પ્રદેશના આ સમગ્ર ઓપરેશનની કમાન ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને સોંપવામાં આવી હતી. 

કહેવાય છે કે આજના દિવસે અનેક દિવસથી ચાલી રહેલી ઉથલપાથલનો અંત આવી શકે છે. ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને અનેક ઓફરો આપી છે જેને તેઓ ના પાડી શક્યા નહીં. કહેવાય છે કે ભાજપ જોઈન કર્યા બાદ પાર્ટી તેમને કેન્દ્રીય રાજકારણનો ભાગ બનાવશે. 

તમામ મંત્રીઓએ કમલનાથને સોંપ્યુ રાજીનામું
અત્રે જણાવવાનું કે કમલનાથના તમામ મંત્રીઓએ સીએમને રાજીનામું સોંપી દીધુ છે. ભોપાલમાં આ ઈમરજન્સીની સ્થિતિમાં કેબિનેટમાં કમલનાથ પ્રત્યે આસ્થા વ્યક્ત કરતા તમામ મંત્રીઓએ રાજીનામા સોંપ્યાં. ત્યારબાદ કમલનાથને નવા મંત્રીમંડળનો અધિકાર મળી ગયો છે. એવું કહેવાઈ રહ્યું છે કે આસ્થા જતાવવા અને બળવાખોરો પર દબાણ સર્જવા માટે આ બધુ થઈ રહ્યું છે. કમલનાથે ફેંસલો પોતાના મંત્રીઓ પર છોડ્યો છે. 

શું છે સમીકરણ
મધ્ય પ્રદેશળમાં 230 વિધાનસભા બેઠકો છે. રાજ્યના બે ધારાસભ્યોનું નિધન થયું છે આથી વિધાનસભાની તાકાત 228 બેઠક થઈ છે. હાલ કોંગ્રેસ પાસે 114 ધારાસભ્યો છે. સરકાર બનાવવા માટે જાદુઈ આંકડો 115 છે. કોંગ્રેસને 4 અપક્ષ, 2 બીએસપી અને એક એસપી ધારાસભ્યનું સમર્થન મળેલુ છે. આ રીતે કોંગ્રેસ પાસે 121 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. 

જુઓ LIVE TV

જો સિંધિયા જૂથના 17 ધારાસભ્યો સાથ છોડે તો રાજ્યમાં કોંગ્રેસ પાસે 97 ધારાસભ્યો રહેશે. આવામાં અન્યોના સમર્થન છતાં તેની પાસે માત્ર 104 ધારાસભ્યો રહેશે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યો થઈ જશે તો 19 બેઠકો જો ખાલી થાય તો ભાજપની સરકાર બની શકે છે. 

સરકાર પાડવાના પક્ષમાં નથી ભાજપ
મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ભાજપ રાજ્યમાં સરકાર પાડવાના પક્ષમાં નથી. તેમણે એએનઆઈને કહ્યું કે આ કોંગ્રેસનો આંતરિક મામલો છે અને તેના પર કશું કહેવા માંગતો નથી. અમે પહેલા દિવસથી કહ્યું છે કે રાજ્યમાં સરકાર પાડવાના પક્ષમાં અમે નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news