BJP Plan for Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને હવે લગભગ 6 મહિનાનો સમય બચ્યો છે અને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. જે હેઠળ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) ઉત્તર પ્રદેશની તમામ 80 બેઠકો માટે ખાસ પ્લાન બનાવી રહી છે અને પાર્ટીએ રાજ્યની 17 લોકસભા બેઠકોને રેડ ઝોનમાં રાખી છે. જેના પર ખાસ ફોકસ કરી રહી છે. ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં યુપીની તમામ 80 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ચૂંટણીમાં ઉતરવા માંગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે આ 17 બેઠકોને રેડ ઝોનમાં રાખી છે
ભાજપે વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીના પરિણામોના આધારે ઉત્તર પ્રદેશની 17 બેઠકોને રેડ ઝોનમાં રાખી છે. જેના પર પાર્ટી ખાસ કરીને ફોક્સ કરી રહી છે. ભાજપે રેડ ઝોનમાં બિઝનૌર, નગીના, સહારનપુર, મુરાદાબાદ, રામપુર, સંભલ, અમરોહા, બદાયુ, મૈનપુરી, ફિરોઝાબાદ, શ્રાવસ્તી, આંબેડકર, રાયબરેલી, આઝમગઢ, લાલગંજ, ઘોસી અને ગાઝીપુર લોકસભા બેઠકોને રાખી છે. 


ક્યાં કોણ જીત્યું હતું
અત્રે જણાવવાનું કે ગત ચૂંટણીમાં બિજનૌરથી બીએસપી, નગીનાથી બીએસપી, સહારનપુરથી બીએસપી, મુરાદાબાદથી સપા, રામપુરથી ભાજપ (પટાચૂંટણી), સંભલથી સપા, અમરોહાથી બીએસપી, બદાયુથી ભાજપ, મૈનપુરીથી સપા, ફિરોઝાબાદથી ભાજપ, શ્રાવસ્તીથી બીએસપી, આંબેડકરથી બીએસપી, રાયબરેલીથી કોંગ્રેસ, આઝમગઢથી ભાજપ (પેટાચૂંટણી), લાલગંજથી બીએસપી, ઘોસીથી બીએસપી, અને ગાઝીપુરથી બીએસપીએ જીત મેળવી હતી. 


આ સીટો પર સપા પોતાને માને છે મજબૂત
ભાજપે જે 17 બેઠકોને રેડ ઝોનમાં મૂકી છે તેના પર સમાજવાદી પાર્ટી હાલની સ્થિતિમાં પોતાને મજબૂત માની રહી છે. અત્રે જણાવવાનું કે 2019ની લોકસભા ચૂંટણીમાં સપા અને બહુજન સમાજ પાર્ટીએ સાથે મળીને ચૂંટણી  લડી હતી. પરંતુ આ વખતે સપા INDIA ગઠબંધનનો હિસ્સો છે. જ્યારે બસપાએ અત્યાર સુધીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન કર્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube