નવી દિલ્હીઃ દેશભરમાં મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠક સૌથી ચર્ચિત બેઠકમાંની એક માનવામાં આવી રહી છે. આ બેઠક પરની ટક્કર ભાજપ અને કોંગ્રેસ બંને માટે નાકનો સવાલ થઈ ગઈ છે. બંને પક્ષોના દિગ્ગજ નેતાઓ ભોપાલનો કિલ્લો જીતવા માટે શહેરમાં ડેરો જમાવીને બેઠા છે. જોકે, ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર માટે કાયદાકીય મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે બપોરે નામાંકન દાખલ કરવા કલેક્ટર ઓફિસ પહોંચેલા સાધ્વી પ્રજ્ઞાએ મૌન ધારણ કરીને નામાંકન ભર્યું હતું. સાધ્વીના પ્રસ્તાવક બનેલા પૂર્વ મંત્રી ઉમાશંકર ગુપ્તાએ જણાવ્યું કે, સાધ્વીએ અહીં મૌન ધારણ કરીને ફોર્મ ભર્યું. તેમને સીડી ચઢવામાં મુશ્કેલી પડતાં આવતીકાલે નામાંકન ભરવા માટે નીચે વ્યવસ્થા કરવા જણાવાયું છે.


ફોર્મ જમા કર્યા બાદ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, તે અત્યારે મુહૂર્તનું ફોર્મ ભરવા આવ્યા હતા, હવે આવતીકાલે બીજી વખત નામાંકનપત્ર જમા કરાવા આવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપના તમામ મોટા નેતાઓ સાધ્વી પ્રજ્ઞા જે પ્રકારની કાયદાકીય ગુંચમાં ફસાયેલી છે તે જાણે છે. આ કારણે જ પાર્ટીએ પ્રજ્ઞા માટે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત જ્હાને ભોપાલમાં જ રહેવા આદેશ આપ્યા છે. બંને નેતાઓએ સાધ્વીનું નામાંકન મોટા વકીલોની હાજરીમાં પુરું કરાવ્યું. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


જોકે, કાયદાકીય ગુંચવણોને જોતાં ભાજપ હવે 'પ્લાન B' પર કામ કરી રહ્યું છે. જેના અંતર્ગત જો સાધ્વીના જામીન રદ્દ થાય કે કોઈ અન્ય કાયદાકીય અડચણ આવે તો 'પ્લાન B' અમલમાં મુકવામાં આવે. પ્લાન B અંતર્ગત ભાજપના ડમી ઉમેદવારનું નામાંકન પણ ભરાવાનું છે, આ ઉમેદવાર કોણ હશે, શું કરશે તેની સંપૂર્ણ પ્રક્રિયાને ગુપ્ત રાખવામાં આવી છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....