અમેઠી : લોકસભા ચૂંટણી 2019ને ધ્યાને રાખી રાજનીતિક દળોનાં સ્ટાર પ્રચારકો દ્વારા સતત રેલીઓ અને જનસભાઓ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે અમેઠી લોકસભા સીટથી પાર્ટી ઉમેદવાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનાં સમર્થનમાં રોડશો કર્યો. આશરે 2 કિલોમીટરનાં આ  રોડ દરમિયાન અમિત શાહ અને સ્મૃતિ ઇરાની ઉપરાંત પાર્ટીનાં અનેક અન્ય નેતાઓ પણ હાજર હતા. આ દરમિયાન ઉમટેલા જનસેલાબ વચ્ચે ભાજપ કાર્યકર્તાઓએ આ વખતે અમેઠી હમાર અને ફીર એકબાર મોદી સરકારનાં નારા લગાવ્યા હતા. રોડ શો દરમિયાન કાર્યકર્તાઓએ રથ પર સવાર શાહ, સ્મૃતિ તથા અન્ય નેતાઓ પર ફુર વરસાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Indian Oil માં બંપર ભરતી, 60 હજારથી શરૂ થશે પગાર


પાંચમા તબક્કાનો ચૂંટણી પ્રચાર પુર્ણ, રાજનાથ, સોનિયા, રાહુલના ભાગ્યનો નિર્ણય


રોડ શો દરમિયાન અમિત શાહે કહ્યું કે, ભીડ જોઇને અંદાજ લગાવી શકાતો હતો કે અમેઠીમાં પરિવર્તન થઇ રહ્યું છે. આપણે અમેઠી અને રાયબરેલી પ્રચંક બહુમતીથી જીતશે. 55 વર્ષ ગાંધી પરિવારે અમેઠી અને રાયબરેલીનો વિકાસ નથી કર્યો. મોદી સરકારથી અમેઠીને આશા છે. બીજી તરફ સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, તેઓ આ વખતે અમેઠીથી ચૂંટણી જીતી રહ્યા છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે સ્મૃતિની સામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે છે. સ્મૃતિ વર્ષ 2014માં પણ અમેઠીથી ચૂંટણી લડ્યા હતા અને તેમણે રાહુલને ટક્કર આપી. 


અરવિંદ કેજરીવાલનાં રોડ શો દરમિયાન એક વ્યક્તિએ માર્યો લાફો, આપનો BJP પર આરોપ
બેકોપ્સ કંપની મુદ્દે રાહુલ પર જેટલીનો શાબ્દિક પ્રહાર, સંરક્ષણ સોદાઓ માટે નકલી કંપનીઓ બનાવી


અમેઠીમાં પાંચમાં તબક્કા હેઠળ આગામી છ મેનાં રોજ મતદાન થવાનું છે. અહીં આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હતો. ભાજપ આ સીટ પર પોતાની સંપુર્ણ શક્તિનો પ્રયોગ કરી રહી છે. ભાજપની તરફથી અત્યાર સુધી જે નેતા ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા તેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સંજીવ બલિયાન, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય, દિનેશ શર્મા સહિત અનેક વરિષ્ઠ નેતા, સાંસદ, ધારાસભ્ય અને ભાજપ પદાધિકારીઓનો સમાવેશ થાય છે. અમેઠી સીટ કોંગ્રેસનાં ગઢ તરીકે ઓળખાય છે. આ સીટ પર કોંગ્રેસનાં 16 વખત જીતી ચુકી છે.