બેકોપ્સ કંપની મુદ્દે રાહુલ પર જેટલીનો શાબ્દિક પ્રહાર, સંરક્ષણ સોદાઓ માટે નકલી કંપનીઓ બનાવી

બેકોપ્સ કંપની બનાવવાના મુદ્દે ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર તીખો હુમલો કર્યો છે, કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, કોંગ્રેસ આ ગંભીર આરોપોનો જવાબ આપે

બેકોપ્સ કંપની મુદ્દે રાહુલ પર જેટલીનો શાબ્દિક પ્રહાર, સંરક્ષણ સોદાઓ માટે નકલી કંપનીઓ બનાવી

નવી દિલ્હી : બ્રિટન અને દેશમાં બૈકોપ્સ નામની કંપની બનાવવાનાં મુદ્દે રાહુલ ગાંધી પર ભાજપે તીખો હુમલો કર્યો છે. નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, પહેલા પણ જ્યારે આ પ્રકારનાં કિસ્સા સામે આવ્યા, ત્યારે કોંગ્રેસની તરફથી કોઇ જવાબ નથી આવ્યો. અરૂણ જેટલીએ કહ્યું કે, 2022માં બૈકોપ્સ નામની કંપની ખોલી. તેના દ્વારા સંરક્ષણ સોદા કર્યા બે કંપનીઓ બનાવવામાં આવી. 

અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, 28 મે 2002નાં રોજ ભારતમાં એક કંપની બને છે બૈકઓપ્સ પ્રાઇવેટ લિમિટેડ. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેના ડાયરેક્ટર બને છે. 21 ઓગષ્ટ 2003માં બ્રિટનમાં પણ આ નામથી એક કંપની બને છે. તેનાં ડાયરેક્ટર રાહુલ ગાંધી બને છે. તેમાં તેમનો એક બીજો સાથી પણ ભાગીદાર છે. આ કંપનીનું કોઇ મેન્યુફેક્ચરિંગ યુનિટ નથી.તે લાઇઝનિંગ કરનારી કંપની છે. એટલે કે આ કંપની માત્ર પ્રભાવથી કામ કરાવશે અને બદલામાં પૈસા લેશે. અરૂણ જેટલીએ કહ્યું કે, ચુપ રહેવાનો અધિકાર કોઇ ક્રિમિનલ કેસમાં મુલઝીમનો હોય છે. , રાજનીતિક નેતાઓએ અધિકાર ઉપલબ્ધ નથી હોતો. 

2009માં રાહુલ ગાંધીએ કંપનીમાંથી રાજીનામું આપ્યું
જેટલીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બેકઅપ્સ કંપની મુદ્દે ગંભીર આરોપ લગાવ્યા છે. આ કંપનીમાં રાહુલ ગાંધીની ભાગીદારી સામે પણ સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, આ કંપની લાઇઝનિંગનું કામ કરે છે, જેનું કામ પૈસા લઇને કામ કરાવવાનું હતું. આ કંપનીમાં રાહુલ ગાંધીનાં 65 ટકા હિસ્સો હતો. પરંતુ 2009માં રાહુલ ગાંધી આ કમ્પનીથી કાઢવામાં આવે ળે અને રાહુલનો આ કંપનીમાંથી બહાર નિકળવાનું કારણ શું હોય છે તે સમજી શકાય છે. પરંતુ તેમનાં પૂર્વ સહયોગી કંપની દ્વારા  કામ કરે છે. જેટલીએ કહ્યું કે, હું આશા રાખુ છું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ તેનો જવાબ આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news