રાયપુર : છત્તીસગઢનાં રાયપુરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે એકવાર ફરીથી રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું.  અમિત શાહે કહ્યું કે, રાહુલ બાબા ભાષણ આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે ત્રણેય રાજ્ય એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનશે. તેમણે આગળ કહ્યું કે, ખુલી આંખો દ્વારા સપના જોઇ રહ્યા છે રાહુલ બાબા. હું તમને કહેવા માંગું છું, જ્યારે મોદી વડાપ્રધાન બન્યા છેત્યારથી ઇતિહાસ ઉઠાવીને જોઇ લો. મોદીજી વડાપ્રધાન બન્યા બાદ જેટલી પણ ચૂંટણીઓ યોજાઇ છે દરેક ચૂંટણીમાં ભાજપની જીત થઇ છે. રાહુલ ગાંધીને સપના જોવાનો શોખ છે અને ભાજપને સપનાઓ સિદ્ધ કરવાનો શોખ છે. 
રાહુલ બાબા એન્ડ કંપનીને દેશ હિત સાથે કોઇ લેવા દેવા નહી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધી પર હૂમલો ચાલુ રાખતા શાહે કહ્યું કે, રાહુલ બાબા ડેટા તપાસો તો ખબર પડશે કે તમે કેવો દેશ અને છત્તીસગઢ છોડીને ગયા હતા. જેમની પાસે બેંક એકાઉન્ટ પણ નહોતા, આજે દરેક વ્યક્તિ પાસે બેંક એકાઉન્ટ છે. તમારા સમયમાં જવાનોનાં માથા કાપી લેવામાં આવતા હતા. ન રાહુલ બાબા બોલતા હતા ન મૌની બાબા કંઇ બોલતા હતા. રાહુલ બાબા એન્ડ કંપની અને યુપીએનું જુથને તેમનાં દેશહિત સાથે કોઇ જ લેવા દેવા નહોતા. 

અમિત શાહે કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો
મિશન 65+ની ફાઇનલ રણનીતિ તૈયાર કરવા ભાજપ અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે રાયપુર પહોંચ્યા હતા. રાયપુરમાં શક્તિ કેન્દ્ર કાર્યકર્તા સમ્મેલનમાં સમાવિષ્ઠ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો. કાર્યકર્તા સમ્મેલનને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે, ચૂંટણી નેતાઓ નહી પરંતુ બૂથ સ્તરનાં કાર્યકર્તાઓ જીતાડે છે. પોતાનાં ભાષણ દરમિયાન ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, દેશનાં 70 ટકા હિસ્સામાં ભાજપનું શાસન છે, અને આપણે તેને એટલું મજબુત કરવાનું છે કે આગામી 50 વર્ષ સુધી પંચાયતતી પાર્લામેન્ટ સુધી ભાજપનો દબદબો જળવાઇ રહે. 

ભાજપની ચૂંટણીમાં કોઇ નેતા હોતા નથી
અમિત શાહે પોતાના ભાષણમાં જણાવ્યું કે, હું થોડો ભાવુક કાર્યકર છું. જે બાળકોએ વંદેમાતરમ ગાયું છે તેમનો પાર્ટી તરફતી અભિનંદન આજે કાર્યકર્તાઓ લાખોની સંખ્યામાં પહોંચ્યા છે.અન્ય કોઇ પાર્ટી હોત તો તેને સામાન્ય સભા કહેત.પરંતુ અમારા માટે આ કોઇ સામાન્ય સભા નહી પરંતુ ભાજપના કાર્યકર્તાઓનું સમ્મેલન છે. ભાજપની ચૂંટણીમાં કોઇ નેતા-વેતા નથી હોતા. આ કાર્યકર્તાઓની ચૂંટણી હોય છે. હું અધ્યક્ષ તરીકે કહું છું કે ઘણા બૂથ સ્તરનાં કાર્યકર્તાઓ જીતે છે. તેમણે આગળ કહ્યું કે, કુશાભાઉ ઠાકરે અને  અમારા મનીષિખોએ જે મંત્ર તમને આપ્યો તેને યાદ કરીને મેદાનમાં જાઓ અને ચૂંટણી જીતીને આવો, એવું જ હું કહેવા માટે આવ્યો છું.