મુંબઈઃ ભાજપના અધ્યક્ષ અમિત શાહ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા માટે પહોંચ્યા હતા. શાહ ઠાકરેના મુંબઈ સ્થિત ઘર માતોશ્રી પહોંચ્યા હતા. શાહે ઉદ્ધવ ઠાકરે સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠક એક કલાકથી વધુ સમયથી ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બહાર બેઠા છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહ પોતાની પાર્ટીના સંપર્ક ફોર સમર્થન અભિયાન પર નિકળ્યા છે. આ હેઠળ તેઓ દેશની મોટી હસ્તિઓને મળી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંધ રૂમમાં થઈ મુલાકાત
બંન્ને નેતાઓ વચ્ચે એક વર્ષ બાદ મુલાકાત થઈ. આ પહેલા રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન બંન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન રૂમમાં માત્ર અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે હાજર હતા. અમિત શાહ જ્યારે માતોશ્રી પહોંચ્યા તો ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે તેમનું સ્વાગત કરવા આવ્યા અને તેમને સન્માનની સાથે પોતાના ઘરમાં લઈ ગયા. બંન્ને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક મુલાકાત ચાલી. ત્યારબાદ બંન્ને નેતા ફરી 15 મિનિટ માટે એકાંતમાં મળ્યા. મોડી સાંજે 7.45 કલાકે અમિત શાહે માતોશ્રીમાં પ્રવેશ કર્યો અને રાત્રે 10 કલાકે બહાર આવ્યા. આ મુલાકાત બાદ અમિ ત શાહે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કર્યાંનું ટ્વીટ પણ કર્યું છે. 


તેમની આ મુલાકાતનો ઈરાદો શિવસેના સાથેના સંબંધ સુધારવાનો છે. મહત્વનું છે કે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સહયોગી શિવસેના છેલ્લા ઘણા સમયથી નારાજ ચાલી રહી છે. તેવામાં ભાજપ લોકસભા ચૂંટણી પહેલા ઘીના ઠામમાં ઘી પાડવા માંગે છે, કારણ કે સંયુક્ત વિપક્ષને પહોંચી વળવા માટે ભાજપની સાથે પોતાના સહયોગી દળોને સાથે રાખવાની રણનીતિ અપનાવવી જરૂરી છે. 



બીજીતરફ બુધવારે અમિત શાહ અને ઉદ્ધવની મુલાકાત પહેલા શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી ભાજપ પર હુમલો કર્યો. સામનાના સંપાદકીયમાં લખવામાં આવ્યું કે, અમિત શાહ આ ચૂંટણીમાં કોઇપણ પ્રકારે 350 સીટો જીતવા ઈચ્છે છે. 2019 લોકસભા ચૂંટણી પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. 



શિવસેનાએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધેલા છે. કિસાન રસ્તા પર છે. તેમછતા ભાજપ ચૂંટણી જીતવા ઈચ્છે છે. શિવસેનાએ કહ્યું કે, જે રીતે ભાજપ શામ, દામ, દંડ અને ભેદના માધ્યમથી પાલઘરમાં ચૂંટણી જીતી, તેજ રીતે ભાજપ કિસાનોની હડતાલ ખતમ કરવા ઈચ્છે છે. ચૂંટણી જીતવાની શાહની જીદને અમે સલામ કરીએ છીએ. 


સામનામાં લખવામાં આવ્યું કે, એક તરફ મોદી વિશ્વમાં ફરી રહ્યાં છે, બીજીતરફ શાહ દેશમાં ફરી રહ્યાં છે. ભાજપને પેટાચૂંટણીમાં હાર મળી છે, તેથી શું તેણે પોતાની સહયોગી પાર્ટીઓને મળવાનું શરૂ કર્યું છે. ભલે હવે તે સંપર્ક બનાવવાનો પ્રયત્ન કરે પરંતુ હવે ઘણુ મોડું થઈ ગયું છે. તેને કહ્યું કે, ચંદ્રાબાબૂ નાયડૂએ એનડીએ છોડ્યું, નીતીશ કુમાર પણ અલગ નિવેદન આપી રહ્યાં છે.