નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. ભાજપ અધ્યક્ષે ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા નિર્મિત કોવેક્સીન (Covaxin) ની રસી લગાવી છે. તેમણે દિલ્હીના વસંત કુંજ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં કોરોના રસીનો ડોઝ લીધો છે. આ પહેલા પણ ભાજપના ઘણા મોટા નેતા અને મંત્રી વેક્સિનનો ડોઝ લઈ ચુક્યા છે. કોરોનાની રસી લગાવડાવનારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે કેન્દ્ર સરકારે 1 માર્ચથી 60 વર્ષથી વધુની ઉંમર અને 45થી 59 વર્ષ વચ્ચેના ગંભીર રૂપથી બીમાર લોકો માટે રાષ્ટ્રવ્યાપી કોરોના રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. 


એક દિવસમાં રેકોર્ડ 20 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા
કોરોના મહામારી વિરુદ્ધ રસીકરણમાં સોમવારે તમામ રેકોર્ડ તૂટી ગયા. અભિયાનના 52માં દિવસે લાભાર્થીઓને રેકોર્ડ 20 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા. આ પહેલા એક દિવસમાં સૌથી વધુ રસીકરણનો રેકોર્ડ 15 લાખ ડોઝનો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી છે. 


આ પણ વાંચોઃ Uttarakhand: કોણ બનશે રાજ્યના નવા મુખ્યમંત્રી? રેસમાં ચાલી રહ્યાં છે આ પાંચ નામ


મંત્રાલયે જણાવ્યું કે, દેશભરમાં અત્યાર સુધી 2.30 કરોડ લાભાર્થીઓને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. સોમવારે  20,19,723 ડોઝ આપવામાં આવ્યા. તેમાંથી 17,15,380 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અને  3,04,343 સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટ લાઇન વર્કર્સને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો. 


દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું રસીકરણ
મંત્રાલયે તે પણ જણાવ્યું કે, સોમવારે રસીકરણ માટે 28,884 સત્રોનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ ડોઝ લેનારમાં 60 વર્ષથી વધુ ઉંમરમાં સૌથી વધુ 12,22,351 લાભાર્થી અને ગંભીર રોગથી ગ્રસ્ત 2,21,148 લાભાર્થી સામેલ હતા. દેશમાં રસીકરણ અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીએ થઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube