Uttarakhand: કોણ બનશે રાજ્યના નવા મુખ્યમંત્રી? રેસમાં ચાલી રહ્યાં છે આ પાંચ નામ

Uttarakhand New CM 2021 Latest News: ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મંગળવારે રાજીનામું આપી દીધુ છે. ત્યારબાદ રાજ્યમાં નવા મુખ્યમંત્રીના નામ પર અટકળો તેજ થઈ ગઈ છે. હાલ સીએમ બનવાની રેસમાં આ પાંચ નેતાઓના નામની ચર્ચા થઈ રહી છે. 
 

Uttarakhand: કોણ બનશે રાજ્યના નવા મુખ્યમંત્રી? રેસમાં ચાલી રહ્યાં છે આ પાંચ નામ

દેહરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મંગળવારે રાજીનામું આપી દીધુ છે. ત્યારબાદ રાજ્યમાં નવા મુખ્યમંત્રીના નામ પર અટકળો તેજ થઈ ગઈ છે. પરંતુ ઉત્તરાખંડ સરકારમાં મંત્રી રહેલા ધન સિંહ રાવતનું નામ મુખ્યમંત્રીના લિસ્ટમાં સૌથી ઉપર છે. તો સાંસદ અજય ભટ્ટ અને અનિલ બલૂની સહિત ભગત સિંહ કોશ્યારી અને રમેશ પોખરિયાલ નિશંકનું નામ પણ મુખ્યમંત્રી પદના મજબૂત દાવેદારના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. સૂત્રો પ્રમાણે પાર્ટી કુમાઉ ક્ષેત્રમાંથી એક નાયબ મુખ્યમંત્રીની પણ નિમણૂક કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે પુષ્કર સિંહ ધામીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. 

જેપી નડ્ડાની પસંદ છે ધન સિંહ રાવત
ઉત્તરાખંડમાં મુખ્યમંત્રીની રેસમાં સૌથી પહેલુ નામ રાજ્ય સરકારમાં મંત્રી ધન સિંહ રાવતનું છે. ધન સિંહ રાવતને મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતના મજબૂત વિકલ્પના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. ધન સિંહ રાવત શ્રીનગર વિધાનસભાથી ધારાસભ્ય છે. તેઓ આરએસએસ કેડરમાંથી આવે છે અને ઉત્તરાખંડમાં ભાજપમાં સંગઠન મંત્રી રહી ચુક્યા છે. 

સાંસદ અનિલ બલૂની પણ રેસમાં સામેલ
ઉત્તરાખંડમાં નવા મુખ્યમંત્રીની રેસમાં અનિલ બલૂનીનું નામ પણ સામેલ છે. બલૂની ઉત્તરાખંડથી રાજ્યસભા સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી છે. બલૂની ભાજપના તે શાંત સ્વભાવના નેતાઓમાં ગણવામાં આવે છે, જે સમજી વિચારીને બોલે છે. અનિલ બલૂનીને પીએમ મોદી અને અમિત શાહના નજીકના ગણવામાં આવે છે. 2 સપ્ટેમ્બર 1972ના ઉત્તરાખંડના નકોટ ગામમાં જન્મેલા અનિલ બલૂની પહેલા ભાજપ યુવા મોર્ચાના પ્રદેશ મહામંત્રી રહ્યા, પછી નિશંક સરકારમાં વન્યજીવ બોર્ડમાં ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય પ્રવક્તા અને પછી રાષ્ટ્રીય મીડિયા પ્રમુખ બન્યા હતા. 

અજય ભટ્ટના નામની પણ ચર્ચા
નૈનીતાલથી સાંસદ અજય ભટ્ટનું નામ પણ મુખ્યમંત્રી બનવા માટે ચાલી રહ્યું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપ હાઈકમાન્ડ આ વખતે ઉત્તરાખંડની કમાન કુમાઉં ક્ષેત્રથી આવનારા કોઈ નેતાને સોંપી શકે છે. તેવામાં અજય ભટ્ટ સૌથી કદાવર નેતા છે. અજય ભટ્ટનો જન્મ 1961માં એક મેએ થયો હતો. તેઓ 1996થી 2007 સુધી ધારાસભ્ય પણ રહ્યા હતા. 

કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકના નામની પણ ચર્તા
ઉત્તરાખંડના નવા સીએમના નામ પર રમેશ પોખરિયાલ નિશંકના નામની પણ ચર્ચા છે. તેઓ હાલ કેન્દ્રીયમાં માનવ સંસાધન વિકાસ મંત્રી છે. તેઓ ઉત્તરાખંડના મોટા નેતા છે અને એક હિન્દી કવિ પણ છે. રમેશ નિશંક પ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. 

નવા સીએમના નામ પર ભગત સિંહ કોશ્યારીના નામની પણ ચર્ચા
ઉત્તરાખંડમાં નવા મુખ્યમંત્રીના રૂપમાં ભગત સિંહ કોશ્યારીના નામની પણ ચર્ચા ચાલી રહી છે. કોશ્યારી વર્તમાનમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. પરંતુ તેઓ ઉત્તરાખંડ રાજ્યના બીજા સૌથી સફળ મુખ્યમંત્રી અને વિધાનસભામાં 2002થી 2007 સુધી નેતા વિપક્ષ રહી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news