જોધપુરઃ રાજસ્થાનના જોધપુર શહેરમાં સાંપ્રદાયિક તણાવ બાદ મંગળવારે 10 વિસ્તારોમાં કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે. આ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાની અપીલ કરી છે. આ મામલા પર ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પત્રકાર પરિષદ યોગી ગેહલોત સરકાર પર નિશાન સાધ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રીએ આપી ચેતવણી
જોધપુરમાં ઘર્ષણ પર કેન્દ્રીય મંત્રી અને જોધપુરથી સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યુ કે, અમે તંત્રને ચેતવણી આપી છે કે જો આ ઘટનામાં કોઈ કાર્યવાહી ન થઈ તો અમે જોધપુરના જાલોરી રેટ પર વિરોધ પ્રદર્શન કરીશું. રાજસ્થાનમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી છે. 


ઉઠી રહ્યાં છે સવાલ
તેમણે સવાલ ઉઠાવતા પૂછ્યુ કે સવારની નમાઝના સમયે તેવું શું થયું કે ત્યારબાદ કારોમાં તોડફોડ કરવામાં આવી, ઘરો પર પથ્થરમારો થયો, જોધપુરમાં મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું. પોલીસે તેને રોકવા માટે પહેલાં કોઈ પગલાં ભર્યા નહીં. 


આ પણ વાંચોઃ રાજ ઠાકરેની મુશ્કેલી વધી, ઔરંગાબાદ રેલી બાદ પોલીસે દાખલ કર્યો કેસ


આ વિસ્તારમાં લાગૂ છે કર્ફ્યૂ
નાયબ પોલીસ કમિશનર રાજકુમાર ચૌધકી દ્વારા જારી આદેશ પ્રમાણે જોધપુર કમિશ્નરીના જિલ્લા પૂર્વના પોલીસ સ્ટેશન વિસ્તાર ઉદયમંદિર, સદર કોતવાલી, સદર બજાર, નાગોરી ગેટ, ખંડા ફલસામાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. આ સિવાય જિલ્લા પશ્ચિમ ક્ષેત્રમાં પ્રતાપનગર, પ્રતાપનગર સદર, દેવનગર, સૂરસાગર અને સરદારપુરામાં પણ કર્ફ્યૂ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં આજે બપોરે 1 કલાકથી કાલે મધ્યરાત્રિ 12 કલાક સુધી કર્ફ્યૂ રહેશે. તે પ્રમાણે કોઈ વ્યક્તિ પોતાની ગૃહ સીમાથી મંજૂરી વગર બહાર નિકળશે નહીં. સાથે તે પણ કહેવામાં આવ્યું છે કે સ્થિતિને જોતા કર્ફ્યૂનો સમયગાળો વધારી શકાય છે. આ પહેલાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. સાથે શાંતિ જાળવવાની અપીલ કરી હતી. 


મુખ્યમંત્રીએ એડીજી લો એન્ડર ઓર્ડરને તત્કાલ જોધપુર જવાનો નિર્દેશ આપ્યો
જોધપુરમાં ઈદની નમાઝ બાદ થયેલી હિંસાને કારણે ત્યાં 10 વિસ્તારમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. તો કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે સરકાર સક્રિય થઈ ગઈ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવ અને જોધપુરના પ્રભારી મંત્રી ડો. સુભાષ ગર્ગ, એસીએસ હોમ અભય કુમાર, એડીજી લો એન્ડ ઓર્ડર હવા સિંહ ધુમરિયાને સ્થિતિને ધ્યાનમાં રાખી હેલીકોપ્ટરથી તત્કાલ જોધપુર જવાનો નિર્દેશ આપ્યો છે. 


આ પણ વાંચોઃ Video: પાડોશી દેશના જાણીતા પબમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, BJP એ લગાવ્યો આ આરોપ


ધાર્મિક ઝંડો ફરકાવવાને લઈને વિવાદની આશંકા
ઉલ્લેખનીય છે કે શહેરના જાલોરી ગેટ ચોક પર સોમવારે રાત્રે હંગામો થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ વિવાદ ધાર્મિક ઝંડો હટાવવાને લઈને થયો હતો. ત્યારબાદ જિલ્લામાં આગામી આદેશ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. ઘટના વિશે માહિતી મળી કે નાની વાતને લઈને વિવાદ થયા બાદ મારામારી શરૂ થઈ હતી. સોમવારે રાત્રે ચાર રસ્તા પર સ્થિત સ્વતંત્રતા સેનાની બાલ મુકુંદ બિસ્સાની મૂર્તિ પર ઝંડો લગાવવા અને સર્કલ પર ઈદ સાથે જોડાયેલા બેનર લગાવવાને લઈને વિવાદની શરૂઆત થઈ હતી. આ સિવાય ઈદની નમાઝને લઈને પણ ચાર રસ્તા પર લાઉડસ્પીકર લગાવવાને લઈને નારાજ લોકોના ટોળા ભેગા થયા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube