Rahul Gandhi Viral Video: નેપાળના જાણીતા પબમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, BJP એ સાધ્યું નિશાન, કોંગ્રેસે પણ આપ્યો જવાબ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીનો હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર  ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક પબમાં જોવા મળી રહ્યા છે.

Rahul Gandhi Viral Video: નેપાળના જાણીતા પબમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, BJP એ સાધ્યું નિશાન, કોંગ્રેસે પણ આપ્યો જવાબ

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીનો હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર  ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક પબમાં જોવા મળી રહ્યા છે. અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધી હાલ નેપાળના પ્રવાસે છે. એવું કહેવાય છે કે તેઓ તેમના એક મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે નેપાળ ગયા છે. આ સમગ્ર મામલે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું તો કોંગ્રેસે પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે રાહુલ ગાંધી એક મિત્રના લગ્નમાં સામેલ થવા માટે ગયા છે અને લગ્ન સમારોહમાં જવું અત્યાર સુધી તો કોઈ ગુનો નથી. 

ભાજપે સાધ્યું નિશાન
જે વીડિયો વાયરલ થયો છે છે તેમાં રાહુલ ગાંધી કાઠમંડુના જાણીતા પબ Lord of the Drinks માં જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લઈને ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર હવે નિશાન સાધ્યું છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ રાહુલ ગાંધી પર ટ્વીટ કરીને નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે 'આ રાહુલ ગાંધીની અંગત જિંદગીનો મામલો નથી. રાહુલ ગાંધી કોની સાથે છે? શું ચાઈનાના એજન્ટો સાથે છે? શું રાહુલ ગાંધી સેના વિરુદ્ધ જે ટ્વીટ કરે છે તે ચીનના દબાણ હેઠળ કરે છે? સવાલ તો પૂછાશે? સવાલ રાહુલ ગાંધીનો નથી, દેશનો છે.' 

राहुल गांधी किसके साथ है? क्या चाइना के एजेंटों के साथ हैं? क्या राहुल गांधी जो ट्वीट करते है सेना के खिलाफ वो चाइना के दबाव में करते है ?

सवाल तो पूछे जाएंगे ?

सवाल राहुल गांधी का नहीं, देश का हैं https://t.co/dNmzqFo36L

— Kapil Mishra (@KapilMishra_IND) May 3, 2022

નેપાળના પ્રવાસે છે રાહુલ ગાંધી
અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધી હાલ નેપાળના અંગત પ્રવાસે છે. આ વીડિયો વિશે ભાજપના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ અમિત માલવિયાએ પણ ટ્વીટ કરતા કહ્યું કે 'જ્યારે મુંબઈ પર હુમલો થયો હતો ત્યારે પણ રાહુલ ગાંધી નાઈટક્લબમાં હતા. હવે જ્યારે તેમની પાર્ટી સંકટમાં છે ત્યારે પણ તેઓ નાઈટક્લબમાં છે. તેમનામાં નિરંતરતા છે.' અત્રે જણાવવાનું કે ઝી 24 કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 

Interestingly, soon after the Congress refused to outsource their presidency, hit jobs have begun on their Prime Ministerial candidate... pic.twitter.com/dW9t07YkzC

— Amit Malviya (@amitmalviya) May 3, 2022

કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ 5 દિવસના નેપાળના અંગત પ્રવાસે છે. તેઓ સોમવારે નેપાળ પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ તેઓ નેપાળમાં તેમની મિત્ર સુમ્નિમા ઉદાસના લગ્નના સામેલ થવા માટે કાઠમંડુ ગયા છે. અહીં તેઓ કેટલાક પર્યટન સ્થળોની પણ મુલાકાત કરી શકે છે.

કોંગ્રેસે કર્યો પલટવાર
કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ આ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે. પાર્ટી પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી મિત્ર દેશ નેપાળમાં એક અંગત લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા છે. સુરજેવાલાએ કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું કે રાહુલ પીએમ મોદીની જેમ આમંત્રણ વગર પાકિસ્તાનના પીએમના ત્યાં કેક કાપવા ગયા નથી. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે ખાનગી સમારોહમાં જવું અત્યાર સુધી તો ગુનો જાહેર થયો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news