નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ ડીલ અંગેની અપીલને ફગાવી દેવાયા બાદ આજે ભાજપ દ્વારા વારંવાર પત્રકાર પરિષદમાં ખુલાસા રજૂ કરાવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં અરૂણ જેટલીએ કોંગ્રેસ પણ પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં લોકશાહી પરંપરામાં જ્યારે પણ કોઈ નેતા જ્યારે જૂઠમાં પકડાઈ જાય છે ત્યારે તે રાજીનામું આપતો હોય છે અથવા તો તેના ઉપર ઈમ્પીચમેન્ટની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત દેશમાં આઝાદી બાદથી લોકશાહી અમલમાં છે. જો કોઈ નેતાની ગુણવત્તા સામે સવાલ ઉભો થાય તો તેઓ રાજીનામું આપતા હોય છે. મોટાભાગના દેશમાં ઈમ્પિચમેન્ટની પરંપરા પણ છે. કોંગ્રેસ શા માટે ઈમ્પીચમેન્ટ લાવતું નથી. રાફેલ વિમાન બનાવતી કંપનીની વિશ્વમાં શાખ છે અને તેમાં કશું જ ખોટું થયું નથી.


સુપ્રીમ કોર્ટનો રાફેલ અંગેનો સંપુર્ણ ચુકાદો સમજો માત્ર 5 મહત્વપુર્ણ પોઇન્ટમાં


કોંગ્રેસ સંસદના બંને ગૃહમાં પ્રશ્નકાળમાં આ મુદ્દે ચર્ચા કરવાની માગ કરી રહી છે. અમે આજે પણ સંસદમાં પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા કરવા માટે તૈયારી દર્શાવી હતી, પરંતુ કોંગ્રેસ દ્વારા કોઈ ઉત્સાહ દેખાડવામાં આવ્યો નહીં. અમે સોમવારે પણ આ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર છીએ. કોંગ્રેસ દ્વારા ખોટું દોષારોપણ કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમના ચૂકાદા દ્વારા પણ એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ ભાજપ પર રાફેલ મુદ્દે ખોટું દોષારોપણ કરી રહી છે. 


[[{"fid":"194738","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


દેશની સુરક્ષાને લઈને કે દેશના વ્યવસાયિક હિતમાં ફાયદાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા એક પ્રામાણિક સોદા સામે જ્યારે સવાલ ઊભા કરવામાં આવે ત્યારે એ સવાલ ઉભા કરનારાની દેશ પ્રત્યેની નિષ્ઠા સામે સવાલ ઊભો થાય છે. આ પ્રકારના સવાલ થશે તો ભવિષ્યમાં આપણાં દેશના સુરક્ષા અધિકારીઓ કે પછી સરકારી તંત્ર કોઈ પણ સુરક્ષા સોદો કરતાં પહેલાં 10 વખત વિચાર કરશે અને તેના કારણે દેશની સુરક્ષા જોખમમાં મુકાશે. જેમણે દેશમાં આ જૂઠ ફેલાવ્યું છે, તેમણે આ દેશની સુરક્ષાનને જોખમમાં મુકી છે. 


દેશના વધુ સમાચાર વાંચવા કરો ક્લિક...