મહારાષ્ટ્ર: BJPએ બહાર પાડ્યું સંકલ્પ પત્ર, જ્યોતિબા ફૂલે-સાવરકરને ભારત રત્ન આપવાની માંગ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે. સંકલ્પ પત્રમાં ભાજપે મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને વીર સાવરકરને બારત રત્ન આપવાની માગણી કરી છે.
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે. સંકલ્પ પત્રમાં ભાજપે મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને વીર સાવરકરને બારત રત્ન આપવાની માગણી કરી છે. આ ઉપરાંત સંકલ્પ પત્રમાં એક કરોડ લોકોને રોજગાર આપવાની, 2022 સુધીમાં પ્રત્યેક ઘરને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાની અને ખેડૂતોને 12 કલાક વીજળી આપવા જેવા અનેક લોભામણા વચનો જનતાને અપાયા છે.
PMC બેંકના ખાતામાં જમા હતાં 80 લાખ, પ્રદર્શન બાદ ખાતા ધારકનું હાર્ટ એટેકથી મોત
આ અવસરે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આ સંકલ્પ પત્ર ફક્ત એક પત્ર નથી પરંતુ ખુબ ઊંડાણપૂર્વક બનાવવામાં આવેલ પત્ર છે. બધાનો સાથ, બધાનો વિકાસ અને બધાનો વિશ્વાસ આ સંકલ્પ પત્રનો આત્મા છે.
જુઓ LIVE TV