Himachal Pradesh: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી દીધી છે. ભાજપે પહેલી યાદીમાં 62 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે મુખ્યમંત્રી જયરામ ઠાકુરને સેરાજ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે સતપાલ સિંહ સત્તીને ઉના અને અનિલકુમારને મંડીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પવન કાજલને કાંગડાથી ટિકિટ મળી છે. ભાજપે હમીરપુર સીટથી નરેન્દ્ર ઠાકુર અને સુજાનપુર સીટથી કેપ્ટન (રિટાયર્ડ) રણજીત સિંહને ઉમેદવાર બનાવ્યા છે.  ભાજપ તરફથી જાહેર થયેલી 62 ઉમેદવારની પહેલી યાદીમાંથી હિમાચલ પ્રદેશના બેવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતા પ્રેમકુમાર ધુમલનું નામ કપાઈ ગયું છે. પ્રેમકુમાર ધુમલ સુજાનપુર કે હમીરપુરથી ચૂંટણી લડે તેવી અટકળો હતી પરંતુ જ્યારે યાદી સામે આવી તો બંનેમાંથી કોઈ પણ સીટ પરથી ટિકિટ અપાઈ નહી. 


વધુ વિગતો માટે જુઓ Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube