તેલંગણામાં ભાજપે જાહેર કર્યું ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ, ત્રણ સાંસદ અને 12 મહિલાઓને આપી ટિકિટ
Telangana election : ભારતીય જનતા પાર્ટીએ તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપની પ્રથમ યાદીમાં 52 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ Telangana Election BJP Candidates: તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ચીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. 119 વિધાનસભા સીટોવાળા રાજ્યમાં પાર્ટીએ હાલ 52 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમાં ત્રણ સાંસદોને ટિકિટ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ તેલંગણામાં 12 મહિલાઓને ટિકિટ આપી છે.
પ્રથમ લિસ્ટ પ્રમાણે તેલંગણામાં ભાજપે અધ્યક્ષ બંદી સંજય કુમારને કરીમનગર સીટથી ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ કોર્ટલા સીટથી સાંસદ ધર્મપુરી અરવિંદને ટિકિટ આપી છે, જ્યારે બોથ સીટથી સોયમ બાપૂ રાવને ઉમેદવાર બનાવ્યા છે. આ શેડ્યૂલ્ડ કાસ્ટ માટે રિઝર્વ સીટ રહી છે. આ રીતે પાર્ટી અધ્યક્ષ જે સાંસદ છે તેમને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube