J&K: કાઝીગુંડમાં આતંકીઓએ BJP સરપંચની ગોળી મારીને હત્યા કરી
જમ્મુ અને કાશ્મીરના કાઝીગુંડમાં આતંકવાદીઓએ ગુરુવારે ભાજપના સરપંચની ગોળી મારીને હત્યા કરી નાખી છે. છેલ્લા 48 કલાકમાં ભાજપના સરપંચ પર આ બીજીવાર હુમલો છે. આતંકીઓએ આજે સવારે ભાજપના સરપંચ જ્યારે તેઓ એક માઈગેટ કેમ્પથી બહાર આવીને પોતાના ઘરે જતા હતાં ત્યારે તેમના પર ગોળી મારી. તેમને તરત જ અનંતનાગ હોસ્પિટલ લઈ જવાયા પરંતુ હોસ્પિટલ લઈ જતી વખતે જ તેમનું મોત થયું.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કાઝીગુંડમાં આતંકવાદીઓએ ગુરુવારે ભાજપના સરપંચની ગોળી મારીને હત્યા કરી નાખી છે. છેલ્લા 48 કલાકમાં ભાજપના સરપંચ પર આ બીજીવાર હુમલો છે. આતંકીઓએ આજે સવારે ભાજપના સરપંચ જ્યારે તેઓ એક માઈગેટ કેમ્પથી બહાર આવીને પોતાના ઘરે જતા હતાં ત્યારે તેમના પર ગોળી મારી. તેમને તરત જ અનંતનાગ હોસ્પિટલ લઈ જવાયા પરંતુ હોસ્પિટલ લઈ જતી વખતે જ તેમનું મોત થયું.
હુમલાની પુષ્ટિ કરતા પોલીસના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે 'સજ્જાદ ખાંડે સરપંચ વુસુની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. તેઓ અનેક સરપંચ સાથે વુસુના માઈગ્રેટ કેમ્પમાં રહેતા હતાં. કેમ્પથી આજે સવારે તેઓ પોતાના ઘરે જઈ રહ્યાં હતાં. ઘરથી 20 મીટરના અંતરે જ આતંકીઓએ ફાયરિંગ કર્યું. જેના કારણે તેમનું મોત થયું.'
અત્રે જણાવવાનું કે 48 કલાકથી પણ ઓછા સમયમાં આ પ્રકારનો આ બીજો હુમલો છે. 4 ઓગસ્ટની સાંજે અખરાન કાઝીગુંડમાં આતંકીઓએ ભાજપના પંચ આરિફ અહેમદ પર ફાયરિંગ કર્યું હતું. તેમનો હજુ પણ હોસ્પિટલમાં ઈલાજ ચાલે છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube