અંબિકાપુર : ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસનાં 55 વર્ષનાં શાસનનાં ખરાબ રેકોર્ડનાં મુદ્દે રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે આગામી છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં 65 સીટો જીતવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં વર્ષનાં અંતમાં થનાર વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકતા અમિતશાહે ગત્ત ચાર વર્ષમાં કેન્દ્રની ભાજપ નીત સરકાર દ્વારા કરવામાં આવેલ કામકાજનો હિસાબ માંગવા મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલ પુછવામાં આવ્યો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરગુજા જિલ્લાનાં અંબિકાપુરમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ડો. રમનસિંહ દ્વારા ચાલુ કરવામાં આવેલી વિકાસ યાત્રા રેલી તેમણે કહ્યું કે, રમણસિંહની સરકાર છત્તીસગઢમાં સત્તામાં રહેશે અને ભાજપ રાજ્યમાં 90માંથી 65 સીટો પર જીત પ્રાપ્ત કરશે. રાજ્યમાં ભાજપ આશરે 15 વર્ષથી સત્તામાં છે. શાહે કહ્યું કે, રાહુલ બાબા તમે અમારા ચાર વર્ષનો હિસાબ શા માટે માંગી રહ્યા છો ? અમને તમારા લેખા -જોખા આપવાની જરૂર નથી. અમે જ્યારે મત્ત માંગવા માટે લોકોની પાસે જઇશું ત્યા દરેકે દરેક વસ્તુઓ અને એક એખ પૈસાનો હિસાબ આપશે. 

શાહે કહ્યું કે, તમારા પરિવારની ચાર પેઢીઓ અને 55 વર્ષ સુધી દેશમાં શાસન કર્યું. કોઇ વિકાસ કેમ નથી થયો ? તેમણે કહ્યું કે, મોદી સરકાર ગરીબો, ખેડૂતો અને દબાયેલા કચડાયેલા લોકો માટે દરેક 15 દિવસમાં એક નવી યોજના લઇને આવી છે. તેમણે કહ્યું કે, ભાજપનાં વિકાસ કાર્યોનો હિસાબ માંગતા પહેલા રાહુલે પોતાની અંદર જોવું જોઇએ. ભાજપ અધ્યક્ષે રેલીમાં કહ્યું કે, ગર્મિઓને ચાલુ થવા અંગે તેઓ રજા મનાવવા માટે યૂરોપ અને ઇટાલી જાય છે.

જ્યારે રાહુલ બાબા અહીં મત્ત માંગવા આવશે તો શું તમે તેમની પાર્ટીનાં ખરાબ રેકોર્ડ અંગે તેમને પુછીશું ? શાહે કહ્યું કે, કોંગ્રેસનાં શાસનમાં સીમા પારથી દર બીજા દિવસે ગોળીબાર થાય છે પરંતુ મુંહતોડ જવાબ નથી આપવામાં આવતું. તેમણે કહ્યું કે, મોદી સરકારના 2014માં સત્તા આવ્યા બાદ તે બદલવામાં આવ્યું.