નવી દિલ્હી: આજે સવારે સુપ્રીમ કોર્ટની ટિપ્પીણી પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરેન્સ યોજી. પત્રકાર સાથે વાત કરતા સંબિત પાત્રાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે શું કોઇ પોલિટિકલ પાર્ટી કોઇ અન્ય દેશથી કરાર કરી શકે છે, આ ગંભીર મુદ્દો છે. નડ્ડા જીના ટ્વિટ્સે કોંગ્રેસ પાર્ટીને સંપર્ણ પણે એક્સપોઝ કરી હતી કે, કઇ રીતે 2007માં બેઇજિંગ જઇ સોનિયાજી અને રાહુલજીએ ચીન કોમ્યુનિસ્ટ પાર્ટીથી કરાર કર્યો. ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય મામલે પરસપર વાતચીત અને વિચાર વિમર્શ કર્યું. આ બધાથી દેશ અને સુપ્રીમ કોર્ટ આશ્ચર્યમાં છે. પરંતુ આ તમામ પર કોંગ્રેસ પાર્ટીએ જવાબ આપ્યો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દિલ્હી હિંસાને લઇને મોટો ખુલાસો, આરોપીઓએ પોલીસથી બચવા તૈયાર કર્યો હતો આ પ્લાન


સંબિત પાત્રાએ કહ્યું, ગાંધી પરિવારની સાથે ચીન કોમ્યુનિસ્ટ પાર્ટી એક ખાસ સંબંધ બને તે માટે કરાર થયો. બેઇજિંગમાં ઓલમ્પિક્સનું આયોજન થયું તો સોનિયાજી ખાસ મહેમાન બનીને ગયા. ડોકલામ સ્ટેન્ડ ઓફ દરમિયાન રાહુલ ગાંધી રંગે હાથ ઝડપાયા ચીન ડિપ્લોમેટના ઘરમાં. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનનું ડોનેશન મળ્યું. નડ્ડાજીએ આજે ચેલેન્જ કર્યું છે કે, શું માતા-પુત્ર બહાર આવી સવાલના જવાબ આપશે.


આ પણ વાંચો:- દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર મેળવો બંપર ઓફર, જાણો કેટલી મળશે છૂટ


તમને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટમાં એક અરજી આપવામાં આવી હતી, જેના પર કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે અરજદારને હાઇકોર્ટમાં જવા કહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube