PM Security Breach: CM ચન્નીએ પ્રિયંકા ગાંધી સાથે વાત કરી તો ભડક્યું ભાજપ, પાત્રાએ કહ્યું- જવાબ આપે ગાંધી પરિવાર
PM Modi Security Breach News: સંબિત પાત્રાએ કહ્યુ કે, વર્તમાન મુખ્યમંત્રીએ પ્રિયંકા ગાંધી વાડ્રાને પીએમની સુરક્ષા ચુક મામલે જાણકારી આપી. કેમ? પ્રિયંકાની પાસે ક્યું બંધારણીય પદ છે.
નવી દિલ્હીઃ BJP Vs Congress: પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીના મામલામાં રાજનીતિ થઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસ આ મામલામાં આમને-સામને આવી ગયા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રધાનમંત્રીની સુરક્ષા ચુક મામલામાં કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi) પ્રિયંકા ગાંધી વાડ્રાને પ્રધાનમંત્રીની સુરક્ષામાં થયેલી ચુકના સંબંધમાં જાણકારી આપતા ભાજપે હુમલો શરૂ કર્યો છે.
સંબિત પાત્રાએ કહ્યુ કે, વર્તમાન મુખ્યમંત્રીએ પ્રિયંકા ગાંધી વાડ્રાને પ્રધાનમંત્રીની સુરક્ષાના ચુક મામલામાં જાણકારી આપી. કેમ? પ્રિયંકાની પાસે ક્યુ બંધારણીય પદ છે. તેમને પીએમની સુરક્ષાના સંબંધમાં કેમ લૂપમાં રાખવામાં આવ્યા? અમારો દ્રઢ વિશ્વાસ છે કે ગાંધી પરિવારે તેના પર સ્પષ્ટતા કરવી જોઈએ.
Punjab elections: પહેલા કૃષિ કાયદા પરત, હવે પંજાબ ચૂંટણી સમયે પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાત
મુખ્યમંત્રી ચન્નીએ કોઈ ભૂલ કરી નથીઃ કોંગ્રેસ
ભાજપના પ્રવક્તાના સવાલ બાદ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતર્યા છે. તેમણે કહ્યુ કે, પ્રિયંકા કોંગ્રેસની મહામંત્રી છે. ભાજપની આદત છે કે તે દરેક વાત પર સવાલ ઉઠાવે છે. ભાજપના નેતા ગાંધી પરિવાર પર ટાર્ગેટ કરવાનું ચુકતા નથી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ પ્રિયંકા ગાંધીને આ મામલા વિશે માહિતી આપી કોઈ ભૂલ કરી નથી.
ભાજપને ચૂંટણીમાં ફાયદો થશે નહીં
અલ્વીએ કહ્યુ કે, ગલવાનમાં ચીને ઝંડો ફરકાવી દીધો છે અને તેના પર કોઈ બોલતું નથી, પરંતુ આજે પાંચ દિવસ થઈ ગયા પીએમની ભૂલથી ચુક થઈ છે અને તે વાત વારંવાર ઉઠી રહી છે. તેનાથી ભાજપને ચૂંટણીમાં કોઈ ફાયદો થશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube