મોદી ફરી PM બનશે તો PoK અને સિંધ હશે ભારતનો હિસ્સો: નિત્યાનંદ રાય
નિત્યાનંદ રાયે કહ્યું, નરેન્દ્ર મોદી ફરીએકવાર વડાપ્રધાન બને છે તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર નહી રહે, સાથે જ સિંધી પણ ભારતનો હિસ્સો બનશે
પટના : રાજધાની પટનામાં થયેલ બેટી બચાવો બેટી પઢાઓ સમ્માન કાર્યક્રમ દરમિયાન બિહાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાયે મોટુ નિવેદન આપ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, જે ભારત માતા કી જય ન કહી શકે ભારત તેને સ્વીકાર કરી શકે નહી. તેમણે તેમ કહીને સંકેત આપ્યો છે કે જો નરેન્દ્ર મોદી બીજીએકવાર વડાપ્રધાન બને છે તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર નહી રહે. સાથે જ સિંઘ પણ ભારતનો હિસ્સો બનશે.
શનિવારે પટનામાં ભાજપની રતફથી બેટી બચાવો બેટી પઢાઓ સમ્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યની પ્રતિભાશાળી યુવતીઓને સન્માનિત કરવાનાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે અભિયાનનાં રાષ્ટ્રીય સંયોજક રાજેન્દ્ર ફડકે પણ પટના આવ્યા હતા. ઉપરાંત ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ રાય, મંત્રી મંગલ પાન્ડેય, મંત્રી કૃષ્ણકુમાર ઋષી પણ હાજર હતા. કાર્યક્રમ દરમિયાન જીવનમાં માં-પુત્રીના મહત્વ અંગે તો ચર્ચા થઇ જ, સાથે સાથે રાષ્ટ્રભક્તિ અંગે પણ ખુબ ચર્ચા થઇ.
કાર્યક્રમમાં હાજર પાર્ટીના બિહાર અધ્યક્ષ નિત્યાનંદ રાયે તો અહીં પણ કહી દીધું કે જોમાં પુત્રીનું સન્માન ન કરી શકે તેણે કોઇ અન્ય વસ્તુઓની આશા ન કરી શકાય. નિત્યાનંદ રાયે કહ્યું કે, જે ભારત માતાની જય ન બોલી શકે તેને પણ ભારત સ્વિકાર નથી કરી શકતા.
તેમણે એટલે સુધી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીએખવાર વડાપ્રધાન બન્યા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં અસ્તિત્વમાં નહી રહે. સાથે જ તેમ પણ કહેવામાં આવ્યું કે, આગામી સમયમાં સિંધ પ્રાંત પણ ભારતનો હિસ્સો બનશે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, પહેલા જ સરકારે જે ભુલ કરી છે તેને સારી કરવામાં આવશે.
કાર્યક્રમમાં હાજર સ્વાસ્થય મંત્રી મંગલ પાંન્ડેએ કેન્દ્ર સરકારની તરફથી પુત્રીઓ માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓની માહિતી આપી. કાર્યક્રમમાં મુખ્ય અતિથી સ્વરૂપે હાજર રાજેન્દ્ર ફડકેએ કહ્યું કે, બિહારમાં યુવકોની બનિસ્પત યુવતીઓનાં સેક્સ રેશ્યોમાં સુધારો થયો છે. જો કે તેમાં હાલ પણ સુધારાની ગુંજાઇશ છે.
ફડકેએ જણાવ્યું કે, તેમણે આ મુદ્દે ડેપ્યુટીસીએમ સુશીલ મોદી સાથે પણ મુલાકાત કરી છે. બિહારમાં એક્ટિવ ટ્રેકર લગાવવાની જરૂર છે. એક્ટિવ ટ્રેકર લગાવવામાં આવ્યા બાદ લિંગની માહિતી આપનારા અલ્ટ્રાસાઉન્ડ કેન્દ્ર પર નકેલ કસવામાં આવી શકે. તેના માટે ડોક્ટરોમાં પણ જાગૃતી લાવવાની જરૂર છે. કાર્યક્રમ દરમિયાન બિહારની તે પુત્રીઓને સન્માનિત પણ કરવામાં આવી જેમણે અલગ અલગ ક્ષેત્રમાં રાજ્યનું નામ રોશન કર્યું છે.