મમતા બેનરજી પહેલા બંગાળી વડાપ્રધાન બને એ અમારા માટે ગર્વની વાત હશે- BJP પ્રદેશ અધ્યક્ષ
લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. વડાપ્રધાન બનવાની રેસમાં અનેક નેતાઓનો દાવો છે.
કોલકાતા: લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. વડાપ્રધાન બનવાની રેસમાં અનેક નેતાઓનો દાવો છે. શનિવારે ભાજપના પશ્ચિમ બંગાળના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે એવું નિવેદન આપ્યું કે તેમની જ પાર્ટીમાં અસહજ સ્થિતિ પેદા થઈ ગઈ. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો તથા મુખ્યમંત્રી મમતા બેનરજી દેશના પહેલા બંગાળી વડાપ્રધાન બને તેવી સારી સંભાવના છે.
મમતાને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા ઘોષે કહ્યું કે તેમના સારા સ્વાસ્થ્ય અને જીવનમાં સફળતાની તેઓ દુઆ કરે છે. કારણ કે અમારા રાજ્યનું ભવિષ્ય તેમની સફળતાઓ પર નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તેઓ ફિટ રહે કારણ કે તેઓ સારું કામ કરી શકે. તેમણે ફિટ રહેવાની જરૂર છે કારણ કે જો કોઈ બંગાળીના પીએમ બનવાની શક્યતા છે તો તેઓ તેમાંથી એક છે. જો આમ થશે તો અમારા માટે ગર્વની વાત હશે.
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ શુક્રવારે વડાપ્રધાન પદને લઈને નિવેદન આપ્યું હતું. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું દેશને 2050 સુધીમાં મહારાષ્ટ્રમાંથી કોઈ વડાપ્રધાન મળી શકે છે તો તેમણે કહ્યું કે હાં બિલકુલ થશે.
શુક્રવારે નાગપુરમાં આયોજિત મરાઠી જાગરણ સંમેલનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે આગળ બોલતા કહ્યું હતું કે જો દેશમાં કોઈએ ખરેખર સાશન કર્યું હોય તો તેઓ મહારાષ્ટ્રના લોકો હતાં. અમારી અંદર ટોચ પર પહોંચવાની પૂરી ક્ષમતા છે. તેમણે કહ્યું કે 20150 સુધીમાં દેશને મહારાષ્ટ્રથી એક કરતા વધુ વડાપ્રધાન મળશે.