નવી દિલ્હીઃ બે કરતાં વધુ બાળકો ધરાવતા વ્યક્તિને ભાજપ શાસિત રાજ્યોમાં સરકારી યોજનાઓનો ફાયદો નહીં મળે. અસમની જેમ જ પાર્ટી શાસિત અન્ય રાજ્યો પણ તબક્કાવાર પોતાને ત્યાં આ નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અસમ સરકારે સૌથી પહેલા 1 જાન્યુઆરી, 2021 પછી બે કરતાં વધુ બાળકોના માતા-પિતાને સરકારી નોકરી નહીં આપવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉચ્ચ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અસમમાં શરૂઆત કરાઈ છે અને હવે ભવિષ્યમાં તબક્કાવાર રીતે પાર્ટીના અનેક રાજ્ય તેમાં જોડાશે. વિવિધ રાજ્યો આ બાબતે પહેલા સરકારી સેવાથી વંચિત કર્યા પછી બે કરતાં વધુ બાળકોના માતા-પિતાને સરકારી યોજનાઓના લાભથી વંચિત કરશે. 


મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટઃ રવી પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં કર્યો વધારો


બાજપ શાસિત રાજ્યોમાં વસતી પર નિયંત્ર લાગુ કરવાની દિશામાં આ પ્રકારનો નિર્ણય લીધા બાદ કેન્દ્રીય સ્તરે પણ નવી વસ્તીનિયંત્ર નીતિ લાગુ કરવા માટે વિચારણા કરાશે. વર્તમાનમાં દેશના મોટાભાગના રાજ્યોમાં ભાજપની સરકારો છે, એટલે આ નિર્ણયથી વસતી વધારા પર કાબુ મેળવવામાં સરળતા રહેશે. 


ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળના પ્રથમ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી કરેલા ભાષણમાં દેશમાં વધતી જતી વસતી પર ચિંતા વ્યક્ત કરતાં બે બાળકો ધરાવતા પરિવારને દેશભક્ત જણાવ્યો હતો. એ સમયથી જ અનુમાન લગાવાઈ રહ્યું છે કે, પાર્ટી નજીકના ભવિષ્યમાં નવી વસતી નિયંત્રણ નીતિ લાગુ કરી શકે છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....