હૈદરાબાદઃ તેલંગણાના ગોશામહલથી ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહની પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ધાર્મિક આસ્થાના અપમાનના સંબંધમાં કાનૂની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના વિરુદ્ધ ગત રાત્રે હૈદરાબાદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવા કમિશનર ઓફિસ બહાર ભેગા થયા હતા અને માથુ ઘડથી અલગ કરવાના નારા લગાવ્યા હતા. તો ભાજપે હવે ધારાસભ્યને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરનાર ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહ પહેલા પણ વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. પહેલા પણ અભદ્ર ભાષા માટે તેમના વિરુદ્ધ ઘણા કેસ દાખલ છે. તે ભડકાઉ ટિપ્પણીઓ માટે જાણીતા છે. તમામ નિવેદનો બાદ પણ વર્ષ 2018માં તે ગોશામહલ વિધાનસભા સીટ જીતવામાં સફળ રહ્યાં હતા. 


ભાજપે કર્યા સસ્પેન્ડ
ટી રાજા સિંહના ભડકાઉ નિવેદન પર ભાજપે પગલા ભર્યા છે. પાર્ટીએ તેમને કારણ દર્શક નોટિસ ફટકારતા જવાબ માંગ્યો છે. તપાસ પૂરી થવા સુધી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 


આ પણ વાંચોઃ રેવડી કલ્ચર પર સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, CJI એ શું કહ્યું તે ખાસ જાણો


ફેસબુક લગાવી ચુક્યુ છે પ્રતિબંધ
ટી રાજા સિંહ ભડકાઉ નિવેદન માટે જાણીતા છે, તેમના વિરુદ્ધ ઘણા કેસ દાખલ છે, જેમાંથી મોટા ભાગના અભદ્ર ભાષા માટે છે. વર્ષ 2020માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે રાજનેતાને મંચ અને ઇન્સ્ટાગ્રામથી કથિત રીતે નફરત ફેલાવવા માટે પ્રતિબંધ કરી દીધા હતા. 


ભાજપના ફ્લોર લીડર રહ્યાં ટી રાજા સિંહ
ટી રાજા સિંહ તેલુગુ દેશ પાર્ટીના સભ્ય હતા અને બાદમાં ભાજપમાં સામેલ થયા હતા. તે વર્તમાનમાં વિધાનસભામાં ભાજપના ફ્લોર લીડર રહ્યાં હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમના માટે પ્રચાર કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube