Freebies: રેવડી કલ્ચર પર SC એ કરી આકરી ટિપ્પણી, CJI એ શું કહ્યું તે ખાસ જાણો

Supreme Court comment on Freebie Issue: દેશમાં રેવડી કલ્ચર અંગે સતત રાજકીય ચર્ચા ચાલુ છે અને આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. મફત યોજનાઓ મુદ્દે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મંગળવારે આકરી ટિપ્પણી કરી અને કહ્યું કે મફત યોજનાઓ એક મહત્વનો મુદ્દો છે. તેના પર ચર્ચાની જરૂર છે. આ મામલે આવતી કાલે પણ સુનાવણી ચાલુ રહેશે. 

જનકલ્યાણકારી યોજનાઓ અને મફતખોરીને અલગ અલગ જોવાની જરૂર
મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે દલીલોથી સ્પષ્ટ છે કે તમે ફક્ત ચૂંટણી દરમિયાન થનારા મફતખોરીના વાયદાઓને રોકવા માંગો છેો. જો કે તેના સંલગ્ન અન્ય મુદ્દાઓ પણ મહત્વના છે. જ્યાં બીજી જનકલ્યાણકારી યોજનાઓની આડમાં બીજા પ્રકારના મફત ફાયદા અપાય છે. ચીફ જસ્ટિસે કહ્યું કે જનકલ્યાણકારી યોજનાઓ અને મફતખોરીને અલગ અલગ જોવાની જરૂર છે. 

જનતાને જાણવાનો હક
અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાય તરફથી હાજર થયેલા વકીલ વિકાસ સિંહે કહ્યું કે જનતાને જાણવાનો હક છે કે મફત જાહેરાતો માટે પૈસા ક્યાંથી આવશે. રાજનીતિક પક્ષ કાયદેસર રીતે તેમના ઘોષણાપત્રોમાં ઉલ્લેખ કરે કે આ જાહેરાતો પર અમલ માટે વધારાના પૈસાની વ્યવસ્થા કેવી હશે. જનતાને એ જાણવાનો હક છે.  ટેક્સ પેયર્સને એ જાણવાનો હક છે કે તેમણે ભરેલા ટેક્સના પૈસાનો ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે. 

અરજીકર્તાએ કરી હતી માગણી
આ અગાઉ 20 ઓગસ્ટના રોજ અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાય  તરફથી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ દ્વારા સુપ્રીમ કોર્ટમાં મફત સુવિધાઓના મામલે જવાબ દાખલ કરાયો હતો. અરજીકર્તાએ માંગણી કરી છે કે ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોના ઘોષણાપત્રોની મંજૂરી બાદ જ પાર્ટીઓે મફત સુવિધાઓની જાહેરાતોની સ્વીકૃતિ હોવી જોઈએ. આ સાથે જ અરજીમાં કહેવાયું છે કે આ માટે ચૂંટણી પંચ પાસે એક સ્વતંત્ર આર્થિક જાણકારોની કમિટી પણ હોવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news